________________
[ ૩૦ ]–
– એશ્વર મતીર્થ વધારે ફરક નથી. ત્યારે ખાસ કરીને ફરક માત્ર “ગઈ ચોવીશીના કે વર્તમાન ચાવીશીના” એટલો જ રહ્યો છે. પરંપરા અને દંતકથાઓની સાંભળેલી વાતોના આધારથી લખવામાં એ ફરક રહી જાય એ અસંભવિત નથી.
શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિ. સં. ૧૩૬૦ ની આસપાસમાં રચેલ “શ્રી પાર્શ્વનાથી ઉપલે” (. ૧)માં આ મૂર્તિની ઉત્પત્તિ વગેરે વિષયમાં ઉપર જણાવેલ બને માન્યતાઓ કરતાં જુદી જ રીતે વર્ણન આપેલું છે. તેમાં લખ્યું છે કે “ શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સુંદર મનહર કાંતિવાળી આ મૂર્તિ ચંપાનગરી પાસેના સમુદ્રના કિનારે જિનાલયમાં પૂજાતી
૧. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિની ઉત્પત્તિ સંબંધી બન્ને પ્રકારની માન્યતાઓ જે જે છંદ, રાસ, શલકા અને સ્તવનોને આધારે ઉપર લખી છે, તે બધાં છંદાદિ સ્તોત્ર, ગુજરાતી ભાષામાં વિ. સં. ૧૬૧૦માં અને ત્યારપછી બનેલાં છે. ઘણી તપાસ કરવા છતાં તેનાથી પ્રાચીન પ્રાકૃત, સંસ્કૃત કે અપભ્રંશ ભાષાના મૂળ ગ્રંથોમાં આ મૂર્તિની આષાઢી શ્રાવકથી થયેલી ઉત્પત્તિ સંબંધી કશે ઉલ્લેખ મારા જેવામાં આવ્યો નથી. ગ્રંથે અપાર છે અને તે બધાય મારા જોવામાં ન આવે તે સ્વાભાવિક છે. માટે ઉપર આપેલી ઉત્પત્તિની હકીક્ત પ્રાચીન મૌલિક કયા ગ્રંથોમાંથી આવી તે માટે વિદ્વાનોએ વિશેષ શોધખોળ કરવાની ખાસ જરૂર છે. અને જેમના જાણવામાં આવે તેમણે આ પુસ્તકના લેખક કે પ્રકાશકને જણાવવા માટે અવશ્ય કૃપા કરવી.
અલબત્ત, આ મૂર્તિ ઘણે ઘણે ઠેકાણે ઘણું કાળ સુધી પૂજાણી છે, એવા ઉલ્લેખ ત પ્રાચીન ગ્રંથોમાંથી પણ મળી આવ્યા છે જ.