________________
પ્ર. ૬ ઃ મૂર્તિનો ઐતિહાસ ].
•[ ૨૨ ] લખ્યું છે, તેમાં સાથી પ્રાચીન ‘ શ્રી શં. પા. ઉત્પત્તિ સ્તવન’ ( સ્તા. ૫૬ ) વિ. સં. ૧૬૧૦ માં બનેલ છે. એટલે સ્તાત્રાંક ૪૬વાળા છંદ કરતાં સ્તે. પવાળું સ્તવન ૧૩૫ વર્ષ પહેલાં. અનેલું છે, તેથી તેને વધારે મહત્ત્વ આપી શકાય. છતાં અત્યારે જૈન સમાજમાં શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂત્તિ શ્રીદામાદર જિનેશ્વરના સમયમાં આષાઢી શ્રાવકે ભરાવ્યાની વાત વધારે પ્રસિદ્ધ હાવાથી તેને પ્રથમ સ્થાન આપ્યું છે.
વળી આ બન્ને વાર્તાના સમન્વય પણ થઇ શકે એમ લાગે છે. પહેલા પ્રેરેગ્રાફમાં આષાઢી શ્રાવકે અને ખીજા પ્રેરેગ્રાફમાં સૌધર્મેન્દ્રે મૂર્ત્તિ ભરાવ્યાનું લખ્યું છે. એ આષાઢી શ્રાવક અનશન પૂર્વક મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયેલ. ત્યારપછી કેટલાક ભવા કરીને શ્રીચંદ્રપ્રભ ભગવાનના સમયમાં આષાઢી શ્રાવકના જીવ સાધર્મેન્દ્ર થયેલ હાય અને તેણે જ શ્રીચંદ્રપ્રભ ભગવાનને પાતાની મુક્તિસંબંધી પૂછ્યું હોય તે તે સંભવિત છે. અને તેથી સાધર્મેન્દ્રના પૂર્વ ભવના જીવ આષાઢી શ્રાવકે શ્રીદામાદર જિનને પ્રશ્ન કરીને મૂર્તિ ભરાવેલી હાવાથી એ મૂર્તિ સાધર્મેન્દ્રે પણ ભરાવેલી કહી શકાય.
જેમને પ્રશ્ન કર્યા છે તે તીર્થંકર પ્રભુની સંખ્યાના નંબર એકમાં નવમા અને બીજામાં આઠમેા છે, એટલે તેમાં ૧ આષાઢી શ્રાવક અનશનપૂર્વક મૃત્યુ પામીને સ્તેા. ૫૦માં પહેલા—સૌધર્મ દેવલાકમાં દેવ થયાનું અને સ્તે. ૯૪માં તે વૈમાનિકદેવ થયાનું લખ્યું છે.