________________
[ ૨૮ ]–
– શા મતીર્થ (આહાર-પાણીના ત્યાગ) પૂર્વક મૃત્યુ પામીને પહેલા દેવલોકમાં તે વૈમાનિકદેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેમણે અવધિજ્ઞાનથી પોતાને પૂર્વભવ જેઈ આષાઢી શ્રાવકના ભાવમાં પોતે કરાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની તે પ્રતિમાને ત્યાંથી દેવલેકમાં લાવીને પોતાના વિમાનમાં રાખીને હમેશાં ઘણા કાળ સુધી ભક્તિ પૂર્વક ત્યાં પૂજી.
જ્યારે તેત્રાંક ૪૧, ૪૨, ૫૪,૫૬, ૮, ૧૪૧ માં લખ્યું છે કે–વર્તમાન ચોવીશીમાં થયેલા આઠમા તીર્થકર શ્રીચંદ્રપ્રભ ભગવાનને પહેલા દેવલોકના તેમના સમયના સૌધર્મેન્દ્ર પૂછયું કે-“હે ભગવન્! મારે મોક્ષ ક્યારે થશે ?” તેના જવાબમાં ભગવાને કહ્યું કે-“ચાલુ ચોવીશીમાં ત્રેવીમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર થશે તેમના તમે આઠમા ગણધર થઈને એ જ ભવમાં મેક્ષે જશે.” આ વાત સાંભળીને અત્યંત ખુશી થયેલા સૌધર્મેન્દ્ર દેવલોકમાં જઈને શ્રી પાર્શ્વનાથ પ્રભુની અતિ મનહર મૂર્તિ નવી કરાવી અને પોતાના વિમાનમાં સ્થાપન કરીને હમેશાં ભક્તિપૂર્વક તેમની પૂજા કરવા માંડી. એમ ઇંદ્ર-ઇંદ્રાણી વગેરેએ ઘણું કાળ સુધી એ મૂર્તિને ત્યાં પૂજી
ઉપર જણાવ્યા પ્રમાણે ગઈ ચોવીસીના નવમા શ્રી દામોદર જિનેશ્વર ભગવાનના સમયમાં આ મૂર્તિની ઉત્પત્તિ થયાનું જે જે તેત્રોમાં લખ્યું છે, તેમાં સૌથી પ્રાચીન
શ્રી શે. પા. છંદ” (સ્તે. ૪૬) વિ. સં. ૧૭૪૫માં બનેલ છે. જ્યારે વર્તમાન ચોવીશીના આઠમા શ્રીચંદ્રપ્રભ પ્રભુજીના સમયમાં આ મૂર્તિની ઉત્પત્તિ થઈ, એમ જે જે તેત્રોમાં