________________
૪૦ ૧ઃ મૂર્તિની તિહાસ ]–
- ૨૭ ] કે “આવતી ચોવીશીમાં ચોથા આરામાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે તેમના તમે આર્યષ નામના ગણધર થઈને એ જ ભવમાં મેક્ષે જશે.” આ વાત સાંભળીને અત્યંત ખુશી થયેલા આષાઢી શ્રાવકે ભાવી ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ પિતાના ખાસ ઉપકારી થશે. એમ સમજીને તેમની સુંદર મનહર પ્રતિમા નવી કરાવી. અને પોતે બંધાવેલા જિનાલયમાં શુભ મુહૂર્ત પ્રતિષ્ઠિત કરાવીને પિતે હમેશાં તેમની ભક્તિપૂર્વક ત્રિકાળ પૂજા કરવા માંડી. કાળાન્તરે તેમણે, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, ગૃહસ્થાશ્રમ છેડી ચારિત્ર લીધું. નિરતિચાર (શુદ્ધ) ચારિત્ર પાળી અનશન
૧ “ત્રિ શ૦ પુરુ ચરિત્ર', પર્વ ૯, સર્ગ ૩જામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધરનાં નામે આપ્યાં છે તેમાં, પ્રથમ ગણધરનું નામ આર્યદત્ત જણવ્યું છે. પણ આવેષ નામ આપેલ નથી. “શ્રી કલ્પસૂત્ર', સપ્તમ ક્ષણ, “શ્રી પાર્શ્વનાથચરિત્ર” મૂળ સૂત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના આઠ ગણધરોનાં નામે આપેલાં છે. તેમાં આર્યઘોષ નામ બીજું આપેલું છે. અર્થાત તેમને બીજા ગણધર કહ્યા છે. જ્યારે આ પુસ્તકના સ્ત. ૫૪ માં “તમો આઠમા ગણધર થઈને મુક્તિમાં જશે.” અને તે. ૪૬માં “તમે આયશેષ નામના ગણધર થઈને મુક્તિમાં જશે,” એમ કહેલું છે. આ ઉપરથી. આષાઢી શ્રાવકને જીવ સુધર્મ દેવલોકમાં વૈમાનિકદેવ અને ત્યાર પછી સૌધર્મેન્દ્ર થઈને પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનના આર્કષ. નામના ગણધર થઇને મુક્તિમાં ગયા જણાય છે.
તે. ૭૧માં ગઈ ચોવીશીમાં થયેલા શ્રી દામોદર જિનના સમયમાં તેલી છવ ગણધરે આ મૂર્તિ ભરાવ્યાનું અને તે. ૯૮ માં પેઢાલ શ્રાવકે ભરાવ્યાનું લખ્યું છે, પરંતુ તે બરાબર ઠીક જણાતું નથી.