________________
1. ૨ ઃ રાશ્વર મ ]
એ ચાલ્યા આવતા શખેશ્વર ગચ્છના, સે એક વર્ષ પછી, નાણુક ગચ્છ અને વલભી ગચ્છ એમ બે વિભાગે થયા.
યશોધન ભણશાલીના વંશના શંખેરીયાની એડકવાળાઓ, જ્યારે પિતાને ત્યાં પુત્ર જન્મે ત્યારે, શ્રી શંખેશ્વરજીના જિનમંદિરમાં ત્રણ ગજ કપડાની ઝોળી બાંધી તેમાં એક શ્રીફળ, સાત સેપારી, બે માણું ચેખા નાખી તેમાં તે બાળકને હીંચાળે છે. અને તે બાળકના મસ્તક ઉપર સાથીઓ કરી ચોખાથી વધાવે છે. મોટા પુત્રનો એક કાન વીંધે છે. ફઈને ચાર ફદીયાં (પૈસા) તથા સાત સોપારી આપે છે અને ગેરણાઓ (કન્યાઓ) જમાડે છે.
આ ઉપરથી, શ્રમણ ભગવાન્ શ્રી વીર પ્રભુની ૩૬ મી પાટે થયેલા શ્રીમાન સર્વદેવસૂરિજી મહારાજ (જેમને સત્તાસમય વિ. સં. ૧૦૨૦ આસપાસને છે) પરિવાર સાથે અહીં વખતોવખત પધારતા હતા અને ચોમાસા પણ કરતા હતા. અને તેમના પરિવારના મુનિઓને શંખેશ્વર ગચ્છ
૧ જુએ : “અંચળગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાંતર, પૃ. ૭૪, ૭૫, ૭૬, ૧૧૭. આ પટ્ટાવલીના ભાષાંતરમાં આચાર્ય મહારાજાઓના જીવનપ્રસંગોમાં જે સંવત આપ્યા છે તેમાં અતિહાસિક વિદ્વાનોની અત્યારની ચાલુ માન્યતા પ્રમાણે લગભગ ૩૦૦ વર્ષને ફરક પડે છે. જેમકે શ્રી સર્વદેવસૂરિજીએ લેહી આણપુરના રાજાને પ્રતિબંધીને વિ. સં. ૭૨૩ના માગશર સુદ ૧૦ ને દિવસે શ્રાવક બનાવ્યાનું તેમાં લખ્યું છે, પરંતુ ત્યાં લગભગ વિ. સં. ૧૦૨૩ જોઈએ. એ અરસામાં ઉક્ત આચાર્ય મહારાજ વિદ્યમાન હતા.
૨. “અંચળગચ્છીય બૃહત્ પટ્ટાવળી” ભાષાંતર, પૃ. ૮૭