________________
[ 8 ] –
– કેશ્વર મતીર્થ બંધાવ્યું ત્યારથી શરૂ થાય છે. પરંતુ તે પહેલાં પણ, શંખેશ્વર ગામની જાહોજલાલી બહુ સારી હતી, એમ નીચેની બીનાથી જાણી શકાય છે.
ચરમ તીર્થનાયક, શ્રી વીર ભગવાનથી ૩૫મી પાટે થયેલા અને જેઓ વિ. સં. ૯૪ માં વિદ્યમાન હતા તે શ્રીમાન ઉદ્યોતનસુરિજીના પરિવારમાંના, ચોરાસી આચાર્યોમાંથી તેમના મુખ્ય પટ્ટધર શ્રીમાન સર્વદેવસૂરિજી સપરિવાર વિહાર કરતા કરતા અહીં (શંખેશ્વર) આવીને (લગભગ વિ. સં. ૧૦૨ભાં) ચોમાસું રહ્યા હતા. તેમણે પિતાની છેલ્લી જીદગી કદાચ શખેશ્વરમાં જ વીતાવી હશે, અથવા તો ત્યાંના શ્રાવકેના આગ્રહથી તેઓ વખતોવખત ત્યાં પધારતા હશે. તેથી તેમની પરંપરાના મુનિઓ શંખેશ્વરગથ્વીય તરીકે ઓળખાવા લાગ્યા. અર્થાત્ આ શંખેશ્વર ગામના નામ ઉપરથી શંખેશ્વર ગછ નીકળે. • આ શ્રીમાન સર્વદેવસૂરિજી શ્રી શંખેશ્વરજીમાં ચોમાસું રહ્યા હતા, તે વખતે તેમણે લહિયાણપુર (મારવાડ)ના ત્યાં આવેલા રાજાને ચમત્કાર દેખાડી, પ્રતિબંધ કરી શ્રાવક બનાવીને બાર વ્રત ઉચ્ચરાવ્યાં હતાં.
પાંચ વર્ષ બાદ તે રાજા પાછો મિથ્યાત્વી થઈ જવાનું સાંભળવાથી શ્રી સર્વદેવસૂરિજી મહારાજે પોતાની આર્ષણ વિદ્યાના બળથી તે રાજાને શખેશ્વર ગામમાં પોતાના ઉપાશ્રયમાં આકષી મંગાવીને ઉપદેશ આપી તેનું મિથ્યાત્વ દૂર કરાવી ફરીને તેને જૈનધર્મમાં દઢ કર્યો. પછી તેણે સારાં સારાં ધર્મકાર્યો કર્યા.