________________
પ્રકરણ બીજુ : શંખેશ્વર ગામ ઉત્તર ગુજરાતમાં થોડો ભાગ વઢિયાર (વૃદ્ધિકાર) દેશ એ નામથી બહુ પ્રસિદ્ધિમાં આવેલ છે. તેનું મુખ્ય શહેર રાધનપુર છે. તે રાધનપુર સ્ટેટના મુંજપુર મહાલમાં શંખેશ્વર નામનું પ્રાચીન, સુંદર અને રળિયામણું ગામ આવેલું છે. આ ગામનું શંખપુર એવું નામ ઘણું પ્રાચીન શિલાલેખો અને ગ્રંથોમાં મળે છે. એટલે મૂળ તે આ ગામનું નામ શંખપુર હોવું જોઈએ, પરંતુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને મહિમા બહુ વિસ્તાર પામવાથી આ ગામનું નામ પાછળથી શંખપુરને બદલે શંખેશ્વર પડી ગયું હોય એમ લાગે છે. શંખેશ્વર નામ ક્યારથી પડ્યું તે નકકી કહી શકાય તેમ નથી; કેમકે છેલ્લા કેટલાક સિકાઓથી આ ગામનું નામ શંખેશ્વર ચાલુ હોવા છતાં પણ આનું શાસ્ત્રીય નામ શંખપુર હોવાથી આધુનિક લેખકે પણ પોતાના ગ્રંથ કે સ્તવનાદિમાં શંખપુર તરીકે પણ આ ગામને ઉલ્લેખ કરે છે. ગામની પ્રાચીનતા અને જાહોજલાલી
શ્રી શંખેશ્વર મહાતીર્થને એતિહાસિક કાળ, મહામંત્રી સજજનશાહે વિ. સં. ૧૧૫૫ માં શંખેશ્વરજીમાં મંદિર
૧ “અંચળગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાન્તર. પૃ. ૭૪, તથા તેત્રાંક-૪૧, ૪૨, ૪૭, ૫૦, ૫૩, ૫૪, ૯૮, ૧૬૩ વગેરે અનેક તેત્રો અને ગ્રંથમાં વઢીઆર દેશને ઉલ્લેખ મળી આવે છે.
૨ ઑત્રાંક–૧, ૨, ૩૫, ૧૩૯, ૧૪૮, ૧૫૧, ૧૫૩, ૧૫૮ વગેરે ઘણે ઠેકાણે શંખપુર નામ આપેલ છે.