________________
[ 2 ]–
– [ રેશ્વર મહાતીર્થ ભૂમિઓ, ઘણું જીના આત્મકલ્યાણમાં સાધનભૂત બનેલી ભૂમિઓ અને જિનેશ્વર ભગવતેનાં મંદિર વગેરે સ્થાવર તીર્થ છે. સ્થાવર તીર્થોમાં અત્યારે ૧ શત્રુંજય, ૨ગિરિનાર, ૩ અબુદાચળ (આબુ), ૪ સમેતશિખર અને ૫ અષ્ટાપદ-આ પાંચ સર્વશ્રેષ્ઠ મહાતીર્થો ગણાય છે; જ્યાંથી ઘણા તીર્થકર ભગવંતે, ગણધર મહારાજે અને મુનિમતંગજે મેક્ષે ગયા છે અને ઘણું ભવ્ય પ્રાણીઓએ પોતાનું આત્મકલ્યાણ સાધ્યું છે.
તે ઉપરાંત જે મંદિરમાંની શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિઓ ઘણું કાળની જૂની હાય, દેથી પ્રાપ્ત થઈ હોય, જેના અધિષ્ઠાયક દેવ જાગતા હોય અર્થાત્ ભક્તોનાં વિનિને દૂર કરીને તેમના ઈચ્છિત મનેરને પૂર્ણ કરતા હોય તે પણ મહાતીર્થો કહેવાય છે. ભારતવર્ષમાં આ કાળમાં આવાં મહાતીર્થોમાં શ્રી શંખેશ્વર મહાતીર્થ અગ્ર સ્થાન ભોગવે છે. આ તીર્થ ક્યાં આવ્યું છે અને એ શાથી મહાતીર્થ મનાય છે? વગેરે હકીક્ત આગળનાં પ્રકરણો વાંચવાથી જાણવામાં આવશે.