________________
[ ર૪૮ ]
--[ શ્વર માની
(ફાગ) ધન્ય દિવસ ધન્ય તે ઘડી ધનવેલા મુજ તેહ, જબ સુખદાયક નાયક ત્રાયક નિરખસ્યું હેજ; સરવર જિમ કમલાકર દિનકર કરે તેજ, મન વિકસે તિમ મારું તાહે નિરખત હેજા (૫)
( દુહે) બુદ્ધ ભગવંત અરિહંત સાંમી, સિદ્ધસિમંતિની ભેગ કામી; આજ તું એક આધાર મિલિએ આજથી માહર દિવસ વલીઓ. (૬)
સાહિબ સાંભળે વિનતિ જે હૂંતી બહુ દીન ચિત્ત, આજ મિત્યે કરુણાકર તારક તું જગમિત્ત; એતા દિન તુજ સેવના દેવનાદેવની કીધ, કેવલ આસથી પ્યાસથી મેહસુરા મેં પીધા
(દુ) મેહ માયા મહારંભ ખાણ, પ્રીતની મેહમાયા નિસાણી; મેહમાયા વસે વિશ્વ પડી, મેહને તંતુ જગતંતુ જડી. (૮).
(ફાગ) માયા જગ ધૂતારી ઉતારી નવિ જાય, એ સંસારની માયા છાયા નવિ મુકાય; એ માયાઈ હરિહર સુર નર સસીધર સૂર, મેહ મહાસન પાનેં વા પ્રગટો નૂર. | (૯)
આજ હું પ્રભુતણે રંગ રાતે, આજ હું પ્રભુતણું મેહ માતે; આજ એ કામઘટ મૅહિં પાયે, સુરમણિ આજ અણુચિત આયે. (૧)