________________
[ ૧૨ ]
– શ્વર મહાતીર્થ[૮૫]. શ્રી પદ્મવિજયવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
(હે રાસ રમવા જાઉં રે વાહલાએ દેશી) સંખેશ્વર વંદો રે વંદે, ભવભવ કેરાં પાપ નિકંદ, સંખે. પુરિસાદાણી રે પાસ, સુરપતિ સિરખા જિહના દાસ. સંખે(૧) કમઠ હઠી હઠ વાર્યો, બલતે નાગ જઈ ઊગાર્યો, સંખે. નાગપતિ નાગ કીધે, એ જગમાં જસવાદ પ્રસિદ્ધ. સંખે(૨) ઈમ ઉપાય કરી પોતે, તાર્યા નરનારી સહુ જેતે સંખે. તારક સાંભળી રે નામ, હું પણિ આવ્યું તાહરે ઠામ. સંખે. (૩)
લગ્ન જે રહી જાય, એ કુંણ ન્યાય કહેા કહેવાય, સંખે સેવક કહ એક વાર, તે સવિ સીઝે કાજ ઉદાર, સંખે. (૪) સાહિબને જસે, સેવકનું પણિ કાજ સુધારસે સંખે. એક પંથ દેય કાજ, એહવું કુણ ન કરે મહારાજ. સંખે. (૫) વીસલનગરના સિંઘ સંઘાઓં, દિનદિન અતિ ઉછરંગ તે
થાતે, સંખે૦ સંવત અઢાર ચોત્રીસા વરસે, યાત્રા કીધી અતિ ઘણું હરખે..
સંખે. (૬) માગસર વદિને સાર, પાંચમે દિન શુક્રવાર, સંખેડા દુરલભ દરિસણ રે દીઠું, જિમ જોઈયે તિમ લાગે મીઠું. સંખે. (૭) વિરહ મથાજે રે સ્વામી, ફિરી ફિરી મા તુજ સિરનામી, સંખે ! ઉત્તમવિજયને સીસ, પદ્મવિજય કહે પૂર જગીસ. '
સંખે. (૮) * પાટણના શ્રી જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્ય