________________
[૬૪] –
– ચશ્વર મહાતિજાનું તિરથ જગ જાણીઈ, મહિમા મેટો રે જાસ; જિ. યાત્રા કરતાં હો શ્રી જિનરાજની, સફલ ફલી મનઆસ. જિ
શ્રી. (૯) તપગચ્છપતિ શ્રી ધર્મસુરેન્દ્રના, ચરણ સેવક ઉવઝાયજિ ભાવે શ્રી સખેશ્વર પાસના, રાજવિજય ગુણ ગાય. જિ.
શ્રી. (૧૦) [૬૮] શ્રી વિજયાનંદસૂરિશિષ્ય વિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન પ્રમીય પરમ ગુરુપાય મન ધરી શારદ માય, જસ નામિ નવનિધિ થાય ગાયટું તે જિનરાય; ગાયચ્યું તે જિનરાય નાયક સંખેસર પુર વર ધણું, શ્રી વિજાણંદસૂરિ સેવક ભણે ચિંતિત સુરમણિ. (૧) સુરમણિ સુત પરિવાર સૂરિજન સુજન જનસાર, સુવિણય વિણેય નિવાર તું દીઈ જગદાધાર, તું દીઈ જગદાર જિનવર સંખેસર જિન પાસ એ, શ્રી વિજયાણંદસૂરિંદ સેવક કહે પૂરે આસ એ. (૨) અશ્વસેન નરવરવંસ આકાસ ભાસન હંસ, નતસુર સુરેસવતંસ વર વિબુધરચિત પ્રસંસ; વર વિબુધ રચિત પ્રસંસ સામી સેવતાં સુખ પાઈઈ, શ્રી વિજાણંદસૂરિંદ સેવક ભણે પ્રભુ મન ધ્યાઈઈ. (૩) ધ્યાઈઈ મનહ મઝારિ નિદ્રા પ્રમાદ નિવારિ, સત્ત એકર્તિ આઠવારિ પ્રહ ઊઠી ભગતિ ઉદારિ, ૧ પાટણની મુ. જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.