________________
[ ૧૩૪ ]
- કેશ્વર મહાતીર્થવલી તિણુઈ થાનકિમૂકી ઉં, જય જયવલી તિણુઈ થાનકી મૂકી.(૧૯) ઘણું ઈદ્ર ઈમ પૂજા કીધી, તેહનઈ અવિહડ મુગતિ જ દીધી; સીઝઈ આઠઈ સિદ્ધિ ઉ, જય જય સીઝઈ આઠઈ સિદ્ધિ. (૨૦) નાગનાથ કહઈ ધરણુંદ્રા, તિpઈ પૂછયા શ્રી જિનચંદા, કહિઈ ભવનું પાર ઉં, જય જય કહિઈ ભવનું પાર. (૨૧) મુજનઈ હસઈ કહુ ભગવંત, તવ બેલા જગગુરુ અરિહંત, પાર્શ્વનાથનઈ વારઈ ઉ, જય જય પાર્શ્વનાથનઈ વારઈ. (૨૨) અસું કહી જિનવર જવ રહિયા, નાગરાજ હિયડિ ગહિંગહીયાં; આવઈ આપણુઈ ઠામિલે, જય જય આવઈ આપણિ ઠામ. (૨૩) કંચણબલાણ માંહિ જાણી, પાસ તણી પ્રતિમા તે આણી, દહેરાસર નિતુ પૂજઈ ઉં, જય જય દહેરાસર નિતુ પૂજઈ. (૨૪)
(ઢાલ બીજી) હવઈ નિસુણઈ આવીઆ એ, શ્રી સંખેશ્વર પાસ ઉ; તે સંખેપી હું કહું એ, જિન હુઈ વિઘન વિણાસ ઉ. (૨૫) દ્વારિકા નયરી કૃષ્ણ નૃપ, રાજગૃહી જરાસંધ ઉ; વયરભાવ બિહુનઈ હુઆ એ, પૂર્વકર્મ નિબંધ ઉ. (૨૬) દૂત મેકલઈ જરાસંધનઈ માનું માહારી આણ ઉ. કહિ સજ થાઉ ઝૂઝવા એ, કઈ લઈ નાસુ પ્રાણ ઉ. (ર૭) વચન સુણ વયરીતણા એ, કેશવ કિધાં પ્રિયાણ ઉ; કટક લેઈ નઈ સંચરઉ એ, જરાસિંધુ અઈ આણ ઉ. (૨૮) દલ બેહુ ઝૂઝઈ ભલા એક પાડિઈ સુભટની કોડિ ઉ, કાયર કેતાઈ ઈમ કહિએ, સ્વામી સંકટ છોડિ ઉ. (ર) જરાસિંધ મૂકી જરા એ, કટક કરઉ અચેત ઉ; શ્રીપતિ મનિ ચિંતા થઈ એ, પૂછઈ જિન સંકેત ઉ. (૩૦)