________________
-હા-હતોત્ર-સ્ત્રોદ ]–––
--[ ૧૨૨] ભગવંત વનિ કાઉસગ રહ્યા છે, જુઈ કમઠનું છે, વિરતણું અવસર લહી રે, ગાળે ગહિર ગંભીર અખંડ ધારા વરસિ સહી રે, મુસલધાર પ્રમાણે, નાશિકાતાં નીરસ્યું રે, પરીસે કીધુ અપાર. (૫૭) પરીસે કીધુ અપાર મેઘમાલી, તઈ સમક્તિની વેલડી બોલી, દેવપણું કીધું તે કૂલ, સમકિત તણાં તઈ કાઢયાં મૂલ.
જી(૫૮) એણિ સમઈ ધરણંદ્ર જુઈ રે, કિહાં છઈ માહરે ના, જસ પસાઈ પદવી લહી રે, તુછ કયું સંસારે કાઉસગ રહા દીઠા જિનવ રે, વરસાત વરસઈ અપાર, મસ્તકિ પણ ટેપ કર્યું રે, હથેલી ઉપરિ ભગવંતે. (૬૯) હથેલી ઉપરિભગવંતનઈ રાખઈ, વરસાત વરસતુ કિમઈનવિ થાકઈ; અવધિજ્ઞાનિ જેઉં જામ, મેઘમાલી ડીઠે તે તામ.
જી. (૬૦) ઇંદ્રિ કેપ કીધુ ઘણુ રે, વજ લીધું તે હા, પાપી પાપ ઘણું કર્યું રે, યમ મેલું સંઘાત; નાઠે સઘલઈ ત્રપતિ રે, રવિવાનુ પામઈ ઠામ, ભગવંતનઈ સરણુઈ રહિઓ રે, રાખિ રાખિ તું આધારે. (૬૧) રાખિ રાખિ આધાર મુખિ ભાઈ, હવઈ સીખામણ મુજનઈ લાગઈ, વાર વાર ખમાવઈ નામિ શીસ, ભવિ ભવિ સરણ તુમ્હારુ જગદીસ.
જી. (૬૨) મેઘઈ સમકિત પામીઓ રે, ઉતાર્યું ભવપારે, ઇંદ્ર હર્ષવદન થયા રે, ભગવંતનઈ નિરમલ નાણે;