________________
[ ૮૬ ]
–
શ્વર માતા
(છંદ)
પ્રાસાદ કીધો સુજસ લીધો સીધે સવિતસ કાજ, પ્રત્યક્ષ સુરતરૂ સમ નિર્મમ જિનવર આપે અવિચલ રાજ; સુરમણિ સમ વંછિત ઈચ્છિત પૂરે ચૂરે કર્મ જંજાલ એ, સસ ફણામણ પાસ સંખેશ્વર પરમેશ્વર પ્રતિપાલ એ. (૨૫) મઈ પૂરવ પૂર્વે પ્રભુજી પાપે સાચો સાહિબ એહ, દેખતાં દુખ સવિ દૂરે નાસે વધે ધરમ સનેહ, સંખેશ્વર સ્વામી અંતરજામી શિવગતિગામી દેવ, સેવકનાં સાહિબ કામ સુધારો આપે ચરણની સેવા (
તું ચિત્તમાં વસીઓ નવલ સનેહી ગુણગેહી ગુણવંત, તું ગૂઠે આપે શિવપદ સંપદ સેવકને અરિહંત; ઘર ઘોડા હાથી પાયકલ વલી મણિ માણિજ્ય ભંડાર, ધણ કંચણ રાયણની રાશિ મને હાર તું આપે કિરતાર (૨૭) ઘર ગરિ ગરિ બહુ ગુણવંતિ વાલમને તૂ પ્યાર, મુખ મીઠું બલઈ હાઈડું લઈ ડેલઈ નહી લગાર; સપ્ત ભમી આવાઈ મનને ઉલ્લાસેઈ વિલસેહ ભાગ અપાર, તુમ નામઈ પાઈ જે મની કામ બહુલા અરથ ભંડાર. (૨૮) શિર મુગટ મનહર નાસા સુંદર આભૂષણ અતિસાર, એહવી રૂદ્ધિ દીસે હીઅડું હસે તે સવિ તુમ ઉપગાર; કલિકાલે પ્રગટો સાચે સુરતરૂ પરતા પૂરણહાર, પ્રભુ પૂછ પ્રણમી નયણે નીહાલી સફલ કીયો અવતાર. (૨૯)