________________
[ ૭૬ ]–
– શશ્વર મહાતીર્થશરણાઈ વાજે સિંધુડે રાગે, શૂરા જૂડે રણ કાયર ભાગે; હુઆ ટહુકારા વીરહાક વાગી, જબકે બીજલી તરવારો નાગી. (૨૮) ખડખડ ખડ્યા ભડ ભડ્યા ભીમ, બંદૂક છૂટે તડાતડ તેમ ધબકે ના હુડહુડ બેલે, ધરહડે ધરતિ ધીંગા ધમરેલે. (૨૯) બલિઆના ઘા બગરમાં બુડે, ભાલાની અણીયે અંગારા ઉડે; રડવડે મસ્તક દ્ધા અથડાએ, કાયર ઉભા કમકમ થાઓ. (૩૦) રક્ત ધારા વડે ચડ ચડ થાય, ખેચરી કેરાં પતર ભરાય; જૂઝે રણસૂરા રણ સામા જાય, બીજા મરીને વ્યંતર થાય. (૩૧) કૃષ્ણ જરાસંધ જુદ્ધ અપાર, કરતાં તે વરસ લી ગયાં બાર; ન જિતે કેએ નહીં કેઈ હારે, એહવે જરાસંધ મનમાં વિચારે.(૩૨) મારે હાથે છે જરાને દંડ, શત્રુ મૂછની વિદ્યા અખંડે; કિશવના લશ્કર ઉપર ફેરું, મૂછ મૂકીને સઘલાને ઘેરૂં. (૩૩)
એહવું વિચારી જરા તિહાં મૂકે, જાદવ દલ પડિયું કેઈ ન ઢકે, કાન એકાકી જે સંભાલી, એકણ હાથે ન વાજે તાલી. (૩૪) કેમ એ જિતાશે જરાસંધ રાય, જદુપતિ રણમાં દિલગીર થાય; બાવીશમાં છે તીર્થંકર નેમ, તેહને પૂછે કૃષ્ણજી એમ. (૩૫) નેમજી ભણે સુણો કૃષ્ણ ઉપાઈ, જે છે નાગૅદ્ર નાગલેકમાંહિ, તેહને આરા ધ્યાન ઉલ્લાસે, અઠ્ઠમ તપ કરજે ઉલ્લાસે. (૩૬) તેની પાસે છે ત્રેવીશમે પાસ, ન હોય તેને કેઈથી ત્રાસ પ્રગટ થઈને પ્રસન્ન થાશે, તમારા મનની ચિંતવી થાશે. (૩૭) પાસ પૂજીને નમણનું પાણી, સુભટને છાંટ હશે ગુણખાણી, જાશે જરા ને મૂછ પણ મટશે, જગતમાંહે તીર્થંકર પ્રગટશે. (૩૮) ત્રણ ઉપવાસ ત્રિકમજીએ કીધા, તૂઠા ઈંદ્ર શ્રી પાસજી દીધા પૂજીને નમણુ છાંટે સુભટ, ઉડી ઉભા થયા લડવા એગઠ. (૩૯)