________________
[ ૭૪ ]
– ૩ર માતોર્થપ્રણમી સ્વામીને પૂછે વિચાર, અરિહંતજી છે તાહરે આધાર છે તમે જગમાં મોટા કિરતાર, પામીજે તુમથી ચહુંગતિ પાર. (૪) ક્યારે પરમેશ્વર સંસાર તરણું, મુગતિ નારીને કુણ દિન વરશું ચંદ્રપ્રભુ તવ આપે ઉપદેશ, નગરી વાણારસી કાશીને દેશ. (૫) અશ્વસેન તિહાં હશે નરેશ, વામા સતી તસ નારી વિશેષ ચઉદ સુપન યણી ભર લેશે, લક્ષણવંત તે પુત્ર જણશે. (૬) ચંદ્રપ્રભુ તવ ઇંદ્રને ભાખે, ત્રેવીશમે તે તીર્થકર થાશે, તેને સમીપે મુનિવર થાશે, મહટાં વ્રત પાલી મુગતિમાં જાશે. (૭) હવે તે ઇંદ્ર દેવલેકે જાઈ પાશ પ્રભુની પ્રતિમા નીપાઈ પુછ દેરાસર આઉખા સુધી, પછી અંદર સુરજ ને દીધી. (૮) તે સહુ જાણે છે વાત પ્રસિદ્ધિ, પૂજતાં સઘલે મુગતિ જ લીધી, શ્રાવક દામોદર મૂર્તિ ભરાવી, ધરણંદ્ર હાથે કઈ દિન આવી. (૯) ધરતી માહે છે ધરણંદ્ર વાસ, તિહાં પણ પ્રતિમા પૂજે ઉલ્લાસ, હમેશાં પૂજાએ છે શખેસર ગામે, તેકિમ આવી મૃત્યુલેક ઠામે. (૧૦) દ્વારિકા નગરીમાં કૃષ્ણજી રાજે, રાજગૃહી નગરે જરાસંધ છાજે, એ બેહુ માંહે પડયું છે વૈર, સંગ્રામ કરતાં વરતાએ કેર. (૧૧) જરાસંધ છે અમરષને ભરીયે, દલ વાદલ લઈ લડવા પરવરિયે; રાજન ઘણુને મનાવી આણુઆવી મહારે દીધા મેલાણ. (૧૨) એહવે એક વિપ્ર અવસરને જાણ, દેડી કીધો છે દ્વારાવતી જાણ વૈરી આવ્યું છે વઢવાને ચાલી, એને સમજાવો ચોટિયૅ ઝાલી.(૧૩) સામાં જઈને શત્રુને વારે, ખડગની ધારે નાદ ઉતારે - ત્યારે સેવક અણુ પરે કહેશે, વાર્યોન રહે પણ હાર્યો તે રહેશે. (૧૪) કીડી મરણ જેમ હાથી પાંખે, શત્રુ મલિ સહેજેઈમ આલ જ ભાખે; સાંભળી એહવું કૃષ્ણ મહારાજ, સંગ્રામ કેરે મે તે સાજ. (૧૫)