________________
ર૦
છતાં ભકિતપ્રધાન જરૂર છે. ત્રાંક ૧૫૯ ની કડી ૭ થી ૧૨ વિશેષે કરીને ઉર્દૂ-ફારસી શબ્દોથી જ ભરપૂર છે, અર્થાત ઉર્દૂ ભાષાની કવિતાથી પ્રભુસ્તુતિ કરેલી છે.
૧૬ મી શતાબ્દિ પછીથી બનેલી અને લખાયેલી જૂની-નવી ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિઓમાં હસ્ય, દીર્ઘ, અનુસ્વાર અને જોડણી વગેરેની બહુ ભૂલે લેવામાં આવે છે. તેમાંની ખાસ ખાસ સ્થળે કવચિત જ ભૂલે સુધારી છે. બાકીની ભૂલે, માત્રામેળ અનુપ્રાસ કે છમાં ભંગ થઈ જવાના ભયથી તથા તેમાં કૃત્રિમતા ન આવી જાય. એ માટે એમને એમ રહેવા દીધી છે - ૪૫ ગ્રંથમાંથી ૬૦ ઉતારા લઈને આ પુસ્તકમાં આપેલ છે, તેમાંથી ૪૩ ગ્રંથને રચનાકાળ મળે છે, જ્યારે ૨ ગ્રંથને મળે નથી. જે જે ગ્રંથને રચનાકાળ મળે છે, તે ગ્રંથમાંથી સૌથી જૂનામાં જૂને ગ્રંથ વિક્રમની પાંચમી શતાબ્દિને (શત્રુંજય માહાસ્ય
સ્તે. ૧૭) છે. અને નવામાં નવ ગ્રંથ સં. ૧૮૮૨ માં રચાયેલે (પૃથ્વીચંદ્ર ચરિત્ર, ગદ્ય-સ્તે. ૧૭૪) છે. આમાં કલ્પ, સ્તુતિ, સ્તોત્ર, સ્તવનાદિ મળીને કુલ કૃતિઓ ૧૨૪ આપેલ છે, તેમાંથી ૮૫ ને રચનાસમય મળે છે, ૩૯ ને મળ્યો નથી. જેને રચના સમય મળ્યો છે, તેમાં સૌથી પ્રાચીન ૧૩મી સદીની આસપાસની (આલ્હાદન મંત્રીકૃત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર, સ્ટે. ૨૬) છે, અને નવામાં નવી કૃતિ મારા પૂજ્ય ગુરુદેવ સ્વર્ગસ્થ શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૬૦ ની આસપાસમાં રચેલ શ્રી શં. પા. નું સંસ્કૃત અષ્ટક (સ્ત. ૧૨) અને સં. ૧૯૭૭ ની આસપાસમાં બનાવેલ શંપા. નું ગુજરાતી સ્તવન (સ્ત. ૧૦૭) છે. એટલે સં. ૧૯૭૭ સુધીની બનેલી કૃતિઓ આમાં આપેલી છે. પરંતુ સ્વર્ગસ્થ કવિઓની જ કતિઓ આમાં આપેલી છે. વિદ્યમાન કવિઓની સ્તવનાદિ એક પણ કતિ આમાં આપેલી નથી.