________________
જે જે ગ્રંથામાંની ઉતારા લઈને આમાં આપ્યા છે, તે તે ગ્રંથાની (કર્તાનાં નામ સાથે), તથા જે જે કૃતિએ આમાં આપી છે, તે તે કૃતિઓની (કવિઓનાં નામેા સાથે) સાલવાર અનુક્રમણિકા આમાં જુદી આપેલ છે. ૧૬ કવિઓની એક કરતાં વધારે કૃતિ આમાં આપેલી છે, જ્યારે બીજી દરેક કૃતિઓ ( કે જેના રચિયતાનાં નામે મળ્યાં છે) ભિન્ન ભિન્ન કવિઓની રચેલી છે. ફક્ત ૧૩ કૃતિએના કર્તાનાં નામે જાણવામાં આવ્યાં નથી, જે તથા કવિએની સાલવાર અનુક્રમણિકાથી જાણી
કૃતિ
શકાશે.
જૂની ગુજરાતી ભાષાનાં સ્તવમા વગેરે જે મળેલ છે તેને આમાં ગુજરાતી વિભાગમાં અને ગુજરાતી ટાઈપમાં જ આપેલ છે.
ખાસ હિન્દી ભાષાની કૃતિઓ બહુ ઓછી મળી છે. ફક્ત દસ જ સ્તવને મળ્યાં છે, તે બહુ ઘેાડાં હાવાથી ગુજરાતી સ્તવનેાને છેડે હિન્દી વિભાગમાં આપેલાં છે. હિન્દી ભાષાનું એક પદ પાછળથી મળેલું તે ગુજરાતીની સાથે આપેલું હેાવાથી ગુજરાતી ટાઈપામાં આપ્યું છે.
આમાં આપેલા ઉતારા ઘણે ભાગે છાપેલા ગ્રંથામાંથી લીધેલા છે, જે જે ગ્રંથામાંથી લીધેલા છે, તે તે ગ્રંથૈાનાં નામેા તે તે સ્થળે આપેલાં છે.
સંપૂર્ણ કૃતિઓને ધણા ભાગ હસ્તલિખિત પ્રતિ પરથી ઉતારેલ છે, તેમાંની કાઈ કાઈ કૃતિએ કદાચ એક યા વધારે સ્થળે છપાઈ પણ ગયેલ હશે. છતાં મેં જે જે ભંડારની હસ્તપ્રત પરથી ઉતારેલ છે, તેનું જ નામ આપેલ છે. જે થાડા ભાગ છાપેલી પ્રતિ કે સૂકા પરથી ઉતાર્યાં છે, તેમાંથી કાઈ કાઈ કૃતિઓ કદાચ એક યા વધારે સ્થળે પણ છપાયેલ હશે, પરન્તુ મેં જે પ્રતિ ૩ ગ્રંથ પરથી ઉતારેલ છે, તેનું જ નામ મુખ્ય રીત્યા આપ્યું છે, છતાં તે શ્રૃતિ બીજા કાર્ટે મુખ્ય ગ્રંથમાં છપાયાનું મારા જાણવામાં આવ્યું હશે, તે ત્યાં તે ગ્રંથનું નામ પણ ભંડે આપી દીધેલ છે.