________________
[ ૨૮૬ ]
– રાજેશ્વર તીર્થદેસે ગાડાં હતાં. રાધનપુરથી નીકળી શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી પાછા રાધનપુર પહોંચતાં સુધીનું તમામ ગાડાંએનું ભાડું પણ તેમણે આપ્યું હતું. શંખેશ્વરજીમાં, રસ્તાનાં ગામામાં તથા રાધનપુરમાંથી નીકળતાં અને પેસતાં પણ તેમણે નકારશીએ કરી હતી. શંખેશ્વરજીમાં મહોત્સવ પૂર્વક તેમણે અત્તરી સ્નાત્ર ભણાવ્યું હતું. રાધનપુરથી શંખેશ્વરજીના બીજા સામાન્ય સંઘો ઘણા નીકળે છે, તેમાં ત્રણથી પાંચ હજારનું ખર્ચ થાય છે, જ્યારે આ સંઘમાં ૧૯ થી ૨૦ હજાર રૂપિયાનું ખર્ચ થયું હતું.
આ યાત્રા પ્રકરણ (પૃ. ૬૮) માં “ધામી વીરજીએ સં. ૧૮૩૦ માં સંઘ કાઢયાને ઉલ્લેખ કર્યો છે, તેની ફુટનેટમાં આ ધામી વીરજી, રાધનપુરના ધામી જેસિંગલાલ નેમચંદના કદાચ વડવા હશે, એમ અનુમાન કર્યું છે. અને તેમને પુછાવતાં ધામી વીરજી, તેમને (ધામી જેશિંગલાલ નેમચંદને) સાતમી પેઢીએ પૂર્વજ (વડવા) થાય છે, એમ ચક્કસ સમાચાર મળ્યા છે. આ સંઘ સમીથી નીકળ્યો હતો. સંઘ કાઢનાર ધામી વીરજી તે વખતે સમીમાં રહેતા હતા અને તેમના વંશજો પાછળથી રાધનપુરમાં વસ્યા હતા. - આ યાત્રા પ્રકરણ (પૃ. ૬૯) માં રાધનપુરથી શિવચંદ ભાઈએ સંઘ કાઢયાની હકીક્ત લખી છે. તે શિવચંદભાઈના પિતાનું નામ સાંકળચંદભાઈ હતું. આ શિવચંદભાઈને બે પુત્રો હતા : (૧) અરિમર્દન અને (૨) રાજવલભ. અત્યારે અરિમર્દનને પુત્ર પન્નાલાલ અને રાજવલ્લભને પુત્ર સેવંતીલાલ–એમ શિવચંદભાઈના બે પત્રે રાધનપુરમાં હયાત છે.