________________
પુરવણનું અનુસંધાન
[ આ પુસ્તકના પ્રથમ ભાગની પુરવણું છપાઈ ગયા પછી પણું કેટલીક હકીક્ત મળી આવી છે તે ઉપયોગી સમજીને અહીં પુરવણીના અનુસંધાન રૂપે આપી છે. તે હકીકત નીચે લખેલ પ્રકરમાં ઉમેરવી.]
પ્રકરણ ત્રીજું : રસ્તા પૃષ્ઠ ૧૫માની કુટનેટમાં દંતકથામાં ઉમેરવું કે “અખંડ દીવા ઉપરાંત ત્યાંના પૂજારીને હંમેશાં અરધે રૂપિયા તથા એક પાલી ચોખા ચમત્કારિક રીતે મળતા હતા.”
પ્રકરણ છઠું : પ્રભાવ–માહામ્ય પં. શ્રી હેમવિજયજી ગણુએ વિ. સં. ૧૭૪૨ ના ચિત્ર શુદિ ૩ ને સોમવારે સીહારમાં શ્રી શ્યાપાર્શ્વનાથણવિવિ શ્રી વિક્રમસેન રાસ લખીને પૂર્ણ કર્યો. જુઓ પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, પૃ. ૨૫૪.
આ ઉપરથી સીહાર (કાઠિયાવાડ) માં વિ. સં. ૧૭૪૨ | માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું દેરાસર હેય એમ જણાય છે.
પ્રકરણ નવમું : યાત્રા રાધનપુર નિવાસી શા. હરગોવિંદદાસ ઉત્તમચંદ તરફથી રાધનપુરથી શંખેશ્વરજીને મેંટે સંધ સં. ૧૯૭૬ ના ગુણ વદિ ૧ને દિવસે ધામધૂમથી નીકળે હતું. તેમાં આશરે