________________
[ ૭૬ -
- ઇશ્વર માની માંડલથી દક્ષિણમાં માલણપુર, હઠીપુરા, નારંગપુર
થઈને શ્રી ઉપરીયાળાપ તીર્થ માઈલ ૯ ઉપરીયાળાથી પશ્ચિમ દિશામાં પાટડી - ૧૫ ઉપરીયાળાની હકીકત માટે શ૦ મપ્ર. ભાવ પૃ. ૧૪ ની કુટનેટ જુઓ.
સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય ગુરુદેવ શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે અથાગ પરિશ્રમ કરી આ તીર્થની સુવ્યવસ્થા કરાવીને પ્રસિદ્ધિમાં આપ્યું છે. સાધારણ ખાતામાં ખાડે. હતા તે ભરપાઈ કરાવી, વીરમગામમાં તેની કમીટી સ્થાપન કરાવીને બજાણું સંધ પાસેથી વહીવટ વીરમગામની કમીટીને સોંપાવ્યા, આસપાસના ગામોમાં વિચરીને ઘણું શ્રાવક-શ્રાવિકાઓને, વર્ષમાં એક વાર અવશ્ય યાત્રા કરવાની પ્રતિજ્ઞાઓ કરાવી, ફાગણ સુદ આઠમને કાયમી મેળે સ્થાપ્યો અને આસપાસનાં ગામોમાં તે દિવસે પાખી પાળવાનો ઠરાવ કરાવ્યા, તે હજુ સુધી પળાય છે.
આ તીર્થની દેખરેખ વીરમગામમાં સ્થપાયેલી કમીટી રાખે છે. તેમના શિષ્યરત્ન શ્રીમાન વિજ્યભક્તિસૂરીશ્વરજી મહારાજ પણ આ તીર્થ ઉપર વિશેષ ભક્તિ અને લાગણી રાખે છે. શ્રી શંખેશ્વરજી અને ભેણુ તીર્થની માફક આ તીર્થ પણ પ્રાભાવિક અને ચમત્કારિક છે, અવશ્ય યાત્રા કરવા લાયક છે. બહુ જ શાંતિનું સ્થાન અને આત્મકલ્યાણનું સાધન છે. અહીંના હવાપાણી પણ સારાં છે. ગ્રામ્યનિવાસ પસંદ હોય તેમણે નિરાંતે ચાર–આઠ દિવસ અવશ્ય રહેવા લાયક આ સ્થાન છે.
૧૬ પાટડીની હકીક્ત માટે શં. મ. પ્ર. ભા. પૃ. ૧૪ જુઓ.
પાટડીના, પુરુષોના મેટા ઉપાશ્રયને આમૂલચૂલ જીર્ણોદ્ધાર થઈ ગયો છે. ઉપાશ્રય સુંદર કરાવ્યો છે. શ્રી શાંતિનાથજીનું દેરાસર નાનું પણ શિખરબંધી અને જૂનું છે. તથા શ્રી પાર્શ્વનાથજીનું