________________
परिशिष्ट २ . पंचतीर्थी -
શંખેશ્વરજીથી રાધનપુર જવાનું અને ત્યાંથી પાછા શંખેશ્વર આવવાને ઉપર જણાવ્યું છે તે માર્ગ ગાડા રસ્તાને છે. પરંતુ જેમને ગાડા માર્ગે ન જવું હોય અને મેટર સવીસના ખટારા દ્વારા જ જવું હોય, તેઓ શંખેશ્વરછથી રાધનપુર જવાના ખટારા મારફતે મુંજપુર અને સમીની યાત્રા કરી, રાધનપુર જઈ, ત્યાંની યાત્રા કરીને એ જ રસ્તે ખટારા મારફત પાછા શંખેશ્વરજી આવી શકે છે.
| (ચક્કર બીજુ-દક્ષિણ દિશાનું) શંખેશ્વરથી દક્ષિણમાં રતનપુર થઈને પંચાસર માઇલ ૬ પંચાસરથી દક્ષિણમાં પનવા થઈને દસાડા૩
૭ દસાડાથી અગ્નિ ખૂણામાં જગદીશણું થઈને માંડલજ , ૬
૧૧ રતનપુરમાં શ્રાવકનું એક ઘર છે. દેરાસર ઉપાશ્રય વગેરે નથી.
૧૨ પંચાસરની હકીકત માટે શં૦ મ. પ્ર. ભાગ ૧૧ માં જુઓ.
પંચાસરમાં હાલમાં મુ. ના શ્રી મહાવીર સ્વામીજી છે, અને શ્રી મહાવીર જૈન પુસ્તકાલય છે. તપાગચ્છાધિપતિ શ્રીમાન સુમતિસાધુસૂરિજીએ, શ્રીમાળી પાતુએ કરેલા મહત્સવ પૂર્વક શ્રીમાન હેમવિમલસૂરિજીને વિ. સં. ૧૫૪૮માં આચાર્યપદવી પંચાસરમાં આપી હતી.
૧૩ દસાડાની હકીક્ત માટે શં, મ. પ્ર. ભા. પૃ. ૧૫ માં જુઓ.
૧૪ માંડલની હકીકત માટે શં૦ મપ્ર. ભા. પૃ. ૧૧ માં જુઓ.