________________
શું છ૪ ]—
—— শ মারা કનીજથી દક્ષિણમાં દુધખાર માઈલ ૫
દુધખાથી અગ્નિ ખૂણામાં એમણું, ખીજડી. ચાલીખંડીયા થઈને શંખેશ્વરછ માઈલ ૧૧.
૮ દૂધખામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને શ્રાવકોનાં ઘર ૫ છે. એવી દંતકથા છે કેમૂ. ના. છની આ મૂર્તિ આઠ વર્ષ પહેલાં એક સથવારાના ઘરમાંથી પાયો ખેદતાં પ્રગટ થઈ હતી. તે વખતે નવું દેરાસર કરાવીને તેમાં તે પ્રતિમાજી પધરાવ્યા પછી આઠસો વર્ષ બાદ આ વખતે તેને નવેસરથી જીર્ણોદ્ધાર થયું છે. રાધનપુરવાળા શ્રીમાન શેઠ મોતીલાલ મૂળજીભાઇની ખંત ભરી શુભ લાગણી અને સતત પ્રયાસથી આ દેરાસરને વશ વર્ષ પહેલાં આમૂલચૂલ-નવેસરથી જીર્ણોદ્ધાર તેમની જ દેખરેખથી થયો છે, તેમાં પિતાના તરફથી તથા બીજા સખી ગૃહસ્થ પાસેથી સહાયતા મેળવીને તેમણે લગભગ અઢાર હજાર રૂપિયા ખરચ્યા છે. તેની વિ. સં. ૧૯૭૮ના વૈશાખ સુદિ ૩ને દિવસે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને તેમાં વિ. સં. ૧૯૭૮ ના વૈશાખ સુદિ ૩ ને દિવસે મૂ. ના. જીને તેમણે બિરાજમાન કર્યા છે. ગામના પ્રમાણમાં દેરાસર મેટું ભવ્ય અને શિખરબંધી છે. મૂળ ના. જીની મૂર્તિ ફરતું આરસનું પ્રાચીન પરિકર છે, તે પરિકરમાં ભગવાનની બેઠી આકૃતિની ૨૪ મૂર્તિઓ સુંદર રીતે ગોઠવીને કેતરેલી છે. પરિકર સહિત મુ. ના. છની આ મૂર્તિ અને આ ગામ પણ પ્રાચીન જણાય છે. અત્યારે પણ આ દેરાસરને વહીવટ અને દેખરેખ રાધનપુરવાળા શેઠ શકરચંદ મેતીલાલ મૂળજીભાઈ રાખે છે. દેરાસરના ગઢના એક કાઠામાં નીચે દેરાસરજીનો તથા સંધનો સામાન રહે છે અને તેની ઉપર પુસ્તક વગેરે રાખેલ છે.
૯ મેમણામાં સાયલા (કાઠીઆવાડ)થી શ્રાવકનું એક ઘર રહેવા માટે આવેલ છે. દેરાસર-ઉપાશ્રય વગેરે કંઈ પણ નથી.
૧. ખીજડીયાલીમાં પહેલાં દેરાસર. ઉપાશ્રય અને શ્રાવકનાં ધિર હતાં. હાલ કંઈ જ નથી. દેરાસર વધાવી લીધેલ છે.