________________
૧૦૦૦૦) દસ હજાર ભર્યા છે. મુંબઈ સિદ્ધચક્ર અને વર્ધમાન આયંબીલની ઓળી ખાતામાં રૂા. ૧૦૦૦) એક હજાર ભર્યા છે. માંગરોળ જૈન કન્યાશાળમાં રૂા. ૪૦૦૦) ચાર હજાર અને મહાવીર જેન વિદ્યાલયમાં રૂા. ૫૦૦૦) પાંચ હજારનું દાન કર્યું છે. પોતાના રાધનપુર ખાતે નવા મકાનના વાસ્તુ મુહૂર્તના પ્રસંગે ૫૦૦૦) પાંચ હજાર તેઓશ્રીએ જૈન સમાજની નાની-મેટી સંસ્થાઓને મેકલ્યા હતા. છેલ્લા દુષ્કાળ વખતે તેમણે રૂા. ૬૦૦૦) છ હજાર ખર્યા હતા. તેમનામાં
સ્વ. શેઠ મોતીલાલ ભાઈના સંસ્કારનું ઘડતર છે. કેળવણી તરફ તેઓશ્રીને ખાસ પક્ષપાત છે, અને તેવા ખાતાઓમાં હજારો રૂપિયા ખર્ચે જાય છે. તેમનું જીવન બહુ સાદું નિરભિમાની અને સરળ છે. સમાજમાં ચાલતી દરેક નાની-મોટી કેળવણું સંસ્થાઓમાં તેમના તરફથી ફાળો મળે જ જાય છે.
પ્રાન્ત-અમે ઈચ્છીએ છીએ કે શાસનદેવ તેઓશ્રીને ચિરાયું કરે અને અનેક સામાજિક તેમજ ધાર્મિક કાર્યો તેમના મુબારક હસ્તે થાઓ, એ જ અભ્યર્થના!
-પ્રકાશક.