________________
રૂપિયા ૧૦૦૦૦૦) એક લાખની મોટી રકમનું દાન કર્યું છે, જેને લાભ રાધનપુરની જનતા આજે છૂટથી લઈ રહેલ છે. તેઓશ્રીને રાજ્ય સાથે પણ નિકટને સંબંધ હતો. મહૂમ નવાબ સાહેબ સાથે તેઓશ્રીને ઘનિષ્ટ સંબંધ હતો. શંખેશ્વરજી મહાતીર્થમાં એક ધર્મશાળાની આવશ્યક્તા હોવાથી શ્રીમાન નવાબ સાહેબ પાસેથી કેટલીક જમીન ખરીદી લઈ પોતાની જાતિ દેખરેખ નીચે એક ધર્મશાળા બંધાવી શ્રીસંધને અર્પણ કરેલ છે, જેમાં અમદાવાદ અને મુંબઈના ગૃહસ્થાએ પણ સહાયતા કરી હતી, પિતે પણ તેમાં મેટે ફાળો આપ્યો હતો. તપશ્ચર્યા તરફ પણ તેમને ખૂબ પ્રેમ હતો. પર્યુષણ મહાપર્વમાં તેઓશ્રીએ આઠ, દસ અને સોળ ઉપવાસ કરી પોતાની કાયાને સંપૂર્ણ રીતે કરી હતી. તેઓશ્રી જેન વેતાંબર કેન્ફરન્સ સુજાનગઢના પ્રમુખ, મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયના ચુનંદા સહાયક અને ગેડીજી પાર્શ્વનાથજી ભ. ના દેરાસરની પેઢીના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જેન આલમમાં પ્રખ્યાત છે. આમ પોતાના જીવનનો સર્વાંગીણ વિકાસ સાધી વિ. સંવત ૧૯૮૧ ના માગસર વદિ ૪ ના દિવસે આ નશ્વર દેહને ત્યાગ કર્યો કે જે દિવસે રાધનપુર ખાતે સંપૂર્ણ રીતે દર વર્ષે પાખી પળાય છે. રાજ્ય તરફથી તેઓશ્રીનું એક આરસનું બાવલું બનાવી રાજ્યના ખર્ચે રાધનપુરમાં પટ્ટણી દરવાજા બહાર ચૅકમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેઓશ્રીના બે પુત્રો પૈકી શેઠ મણિલાલ મોતીલાલને સ્વર્ગવાસ થયો છે. જ્યારે બીજા સુપુત્ર શેઠ શકરચંદ મોતીલાલ કે જેઓ બહાદૂર અને ધર્મપ્રિય પિતાને પગલે ચાલી સમાજજતિના કાર્યમાં સારે ફાળે આપી રહ્યા છે, અને સ્વ. પિતાશ્રીનાં અધૂરાં રહેલાં કાર્યો આગળ ધપાવ્યે જાય છે, તેઓશ્રી તરફથી રાધનપુર ખાતે એક સુવાવડ ખાતું અને સદાવ્રત ખાતું ખોલવામાં આવેલ છે, જેમાં લગભગ રૂા. ૭૦ ૦૦૦) સીત્તેર હજારનો ખર્ચ થયેલ છે. અંબાલા (પંજાબ) જેન હાઈસ્કૂલ ખાતે તેઓશ્રીએ રૂા. ૧૧૦૦૦) અગિયાર હજાર આપેલ છે. આણંદજી કલ્યાણજીની પેઢીમાં રૂા.