________________
१४
મહારાજના નેતૃત્વ નીચે સિદ્ધાચળને છરી' પાળતો સંઘ કાઢો, તેમાં પણ પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયા ખર્ચ કર્યો. પાલીતાણામાં પિતે સ્થિરતા કરી વિધિપૂર્વક નવાણું યાત્રા કરી તે વખતે લગભગ રૂ. ૧૨૦૦૦) બાર હજારને સદ્વ્યય કર્યો. સં. ૧૯૭૪ માં તેઓશ્રી સમેતશિખરજીની યાત્રાએ ગયા અને દરેક સ્થળે લક્ષ્મીને સદ્વ્યય કર્યો કે જે રૂ. ૧૭૦૦૦) સતર હજાર લગભગ થવા જાય છે. આમ પિતાની ધર્મપ્રિયતા સાબીત કરી તેમનું લક્ષ્ય કેળવણું તરફ ખેંચાયું.
જે વિદ્યાર્થીઓ મેટ્રીક પાસ કરી આગળ અભ્યાસ કરવા ઈચ્છા ધરાવતા હોય તેમને સ્કોલરશિપ આપવા માટે રાધનપુર કેળવણું ફંડને તેમણે વિશ હજાર રૂપિયા અર્પણ કર્યા અને એક મીટીંગ બેલાવી પાંચ ટ્રસ્ટીઓની નિમણૂક કરી ઉપરોક્ત રકમ તેમને સોંપી દીધી. આ ફંડની સ્કોલરશિપને લાભ લઈ અનેક વિદ્યાથીઓ બી. એ. થવામાં ભાગ્યશાળી થયા છે. હુન્નર ઉદ્યોગ તરફ પણ તેમની સંપૂર્ણ સહાનુભૂતિ હતી. જ્યારે રાધનપુર જૈન મંડળના તેઓશ્રી પ્રમુખ હતા ત્યારે પિતાના તરફથી ત્રણ વિદ્યાર્થીઓને હુન્નર ઉદ્યોગનું જ્ઞાન આપવા વડોદરા કળાભુવનમાં અભ્યાસ માટે મોકલી આપ્યા હતા, તેમાં તેમણે રૂા. ૧૧૦૦) અગિયાર સને ખર્ચ કર્યો હતો. તેમણે અનેક જેનશાળાઓ ખોલી છે, કે જેમાં બાળકે ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર પ્રાપ્ત કરી પિતાના જીવનને પાયે સુદઢ કરી રહ્યા છે. તેઓ ગુપ્તદાનમાં ખૂબ માનતા હતા. પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ સ્વામીભાઈને મદદ કરવામાં પિતે ગૌરવ અનુભવતા હતા, અને વાર્ષિક લગભગ રૂ. ૧૫૦૦૦) પંદર હજાર ગુપ્ત રીતે મદદ કરવા પાછળ ખર્ચતા હતા. તદુપરાંત રૂ. ૧૫૦૦૦) પંદર હજારની સખાવત કરી ગયા છે કે જેના વ્યાજમાંથી કોઈપણ જૈન બંધુને મદદ કરવામાં આવે છે. તેઓશ્રીએ કોઈ પણ જાતને ભેદભાવ રાખ્યા સિવાય એક સાર્વજનિક દવાખાનું રાધનપુરમાં ખેલ્યું છે, જેના મકાન ખર્ચમાં રૂપિયા ૧૦૦૦૦) દસ હજાર થયા છે, અને તેના નિભાવ ખર્ચમાં