________________
સ્વ. શેઠ શ્રી મોતીલાલ મૂળજી જે. પી. ની
જીવન-ઝરમર જીવન એ માનવીને મોટામાં મેટા ખજાને છે એને સદુપયોગ: કરવામાં આવે તો માનવતાની સંપૂર્ણ ખીલવણું થાય છે, અને દુરુપયોગ કરવામાં આવે તો શેતાનિયત પ્રગટે છે. આમ જે રીતે માનવી પિતાના જીવનને ઉપયોગ કરવા ધારે તે રીતે કરી શકે છે. શેઠ શ્રી મોતીલાલ પિતાના જીવનને સંપૂર્ણ સદુપયોગ કરી, પિતાની સ્કૃતિ અને સુવાસ જગતના વિશાળ પટમાં મૂકી, ભૌતિક દેહને ત્યાગ કરી, જિ :અમરપણું પામ્યા છે.
તેઓશ્રીને જન્મ વિ. સંવત ૧૯૧૬ના આસે વદિ એકમના દિવસે થર્યો હતો. તેમનો બાલ્યકાળ સામાન્ય રીતે પસાર થયો હતો, અને પંદર વર્ષ જેવી નાની ઉમરમાં કે જે ઉમર વિદ્યાર્થી અવસ્થાની હોય છે. તેવી ઉમરમાં આજીવિકા અથે તેમને મુંબઈ તરફ પ્રયાણ કરવું પડયું. મુંબઈ આવ્યા પછી હિમ્મત, સાહસ, કાર્યદક્ષતા, સંતોષ અને ધર્મપ્રિયતાની સુવાસ ફેલાવી આગળ વધવા લાગ્યા. ધીમે ધીમે તેમની આર્થિક પરિસ્થિતિ સુધરવા લાગી. ૩૩ વર્ષની ભરયુવાનીમાં તેમની પત્નીને સ્વર્ગવાસ થયે, છતાં બીજી વખત લગ્ન ન કરતાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું. ત્યારપછી કેટલીયે વખત ચડતી-પડતીના પ્રસંગેને પસાર કર્યા પછી તેમની ભાગ્યલક્ષ્મી પ્રસન્ન થઈ, વ્યાપારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા માંડી, અને તેઓ લક્ષાધિપતિ બન્યા. તેઓશ્રીએ આમ પિતાની આર્થિક પ્રગતિ સાધી અને તે લક્ષ્મીને સદુપયોગ કરવા સખાવતે તરફ પિતાનું લક્ષ્ય દેવું, મોટી મોટી સખાવત કરી. વિ. સંવત ૧૯૬૨માં રાધનપુર ખાતે તેઓશ્રીએ ઉજમણું કર્યું. તેમાં રૂ. ૩૫૦૦૦) પાંત્રીસ હજારને ખર્ચ કર્યો. સંવત ૧૯૬૫ માં શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજના પટ્ટધર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી