________________
[ ૧૭ ]
--[ મહાતીર્થ પાલે પોતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનું પરિકર કરાવીને તેની, શ્રીતપાગચ્છનાયક ભટ્ટરક શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટરૂપી ઉદયાચલ પર્વતને પ્રકાશમાન કરવા માટે સૂર્ય સમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેમના પટ્ટધર શિષ્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી.
(૨, ૩, ૫, ૬) આ ચાર લેખો એક જ ધણના છે, તેમાંથી પ્રથમના બે લેખ ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની બન્ને બાજુના બને કાઉસ્સગ્ગીયા પર, ત્રીજો લેખ જિન–વીશીના પટ્ટ પર અને ચે લેખ પરિકરની ગાદી પર દેલ છે. - (૨) સં. ૧૩ર૬ માઘ વદિ ૨ રવિવારે શ્રી બ્રહ્માણગચ્છીય અને શ્રી શ્રીમાલજ્ઞાતિના શાહ જાહાએ પોતાની માતા પદમીના શ્રેય માટે ચતુર્વિશતિજિનપટ્ટ સહિત મૂના. શ્રી નેમિનાથ જિનબિંબ (કાઉસ્સગ્ગીયા–ઊભી મૂર્તિ) કરાવ્યું અને તેની શ્રીમાન બુદ્ધિસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૩) પિતાના પિતાના શ્રેય માટે મૂ. ના. શ્રી આદિનાથ પ્રભુજીનું બિંબ. (બાકી બધું ઉપર પ્રમાણે જ જાણવું)
(૫) આ જિન–ચાવીશીને પદ્ધ, શા. જાલ્યા અને મણુએ પુત્રી સર્વદેવીના શ્રેય માટે વિ. સં. ૧૩ર૬ માઘ વદિ ૨ રવિવારે કરાવ્યું.