________________
૬.૧ હોવટ અને વ્યવસ્થા ].
-[ ૨૩૧ ] (૨) અહીંનાં હવાપાણી સારાં હાવાથી ઘણા દરદીઓ પણ અહીં તમિયત સુધારવા સાથે તીર્થયાત્રાના લાભ લેવા માટે આવે છે. તેને માટે એક જુદા જ સેનેટેરીયમની ખાસ અગત્ય છે. જો એક સેનેટેરીયમ જુદું હાય તેા તેનાથી ખીજા યાત્રાળુની તબિયત બગડવાના કે ચેપી રાગ લાગુ થવાના ભય એછે થઇ જાય અને દરદી સ્વધમી બંધુઓની તપ્રિયત જલદીથી સારી થઇ જાય. માટે આવું એક સેનેટરીયમ થવાની ખાસ અગત્ય જણાય છે.
(૩) યાત્રાળુઓનાં ગાડાંના બળદોને બાંધવા માટે કંઈ પણુ સ્થાન નથી. આથમણા ઝપામાં એવું કાઈ ઝાડ પણ નથી કે જેના છાયામાં ખળદો બેસી શકે. ઉનાળાની ઋતુમાં આખા દિવસ ખળીને સખ્ત તડકામાં બેસી રહેવું પડે છે, એ ત્રાસ જોયો જતા નથી. માટે નવી ધર્મશાળાની આસપાસમાં યાત્રાળુઓનાં ગાડાંના બળદો તથા ઊંટ, ઘેાડાં વગેરેને આંધવા માટે છાપરાં થવાની ખાસ આવશ્યક્તા છે.
(૪) પંચાસરવાળાની ધર્મશાળાને છેડે, તેની પાસેના ગઢના કાઠાની પાસે ધર્મશાળાનું મેડીબંધ એક મકાન જીણું થઈ ગયેલું હતું તેને પાડીને તે જગ્યાએ સાત ઓરડાવાળું મેડીબંધ પાકું મકાન કારખાના તરફથી બંધાયું છે. તે આરડાઓ ઉપર સહાયતા આપીને આરસની તખ્તી લગાવવા માટે સહાયકેાની જરૂર છે.
(૫) દર વર્ષ સાધારણ ખાતે અને બગીચા ખાતે ટાટા ન પડે અને એવી કંઇ કાયમી આવક થાય તેવી વ્યવસ્થા થવાની જરૂર છે.