________________
[૨૪ ]
- શેશ્વર મહાતીર્થ સખાવતઃ- આ તીર્થમાં દેરાસરજી ખાતે થતી ઉપજમાંથી દર વર્ષે દસ હજાર રૂપિયાની કિંમતનાં આરસનાં પાટિયાં બહારગામનાં દેરાસરે માટે આપવાનું આ તીર્થની વ્યવસ્થાપક કમીટિએ સંવત ૧૯૮૪ થી ઠરાવ કરીને શરૂ કર્યું છે. જે જે ગામના સંઘની માગણું આવે છે ત્યાં કમીટી તરફથી મીસ્ત્રી મેકલીને ખાસ જરૂર હોય તે પ્રમાણે તેમને આરસનાં પાટિયાં મોકલી આપવામાં આવે છે. જેમને ખાસ જરૂર હોય તેમણે અમદાવાદની હેડ ઓફિસ ઉપર અરજી કરવી જોઈએ.
ગામમાંથી લુલાં–લંગડાં–ખેડાં ઢેર તથા જે કંઈ પશુપક્ષીઓ આવે છે, તેમની પાંજરાપોળ તરીકે કારખાના તરફથી સારવાર અને રક્ષા કરવામાં આવે છે. - હમેશાં કબૂતર વગેરે પંખીઓને અનાજ નંખાય છે, અને કૂતરાઓને દરરોજ જેટલા નાંખવામાં આવે છે આ વગેરે જીવદયાનાં કાર્યો પેઢી તરફથી હમેશાં થતાં રહે છે.. જરૂરિયાત –
આ તીર્થમાં નીચેની બાબતેની ખાસ જરૂરિયાત છે.
(૧) જેમ પુરુષોને ધર્મકરણ કરવા માટે અલાયદા ઉપાશ્રયની સગવડ થઈ છે, તેવી જ રીતે સ્ત્રીઓને ધર્મકિયા કરવા માટે ખાસ અલાયદે ઉપાશ્રય થવાની ઘણી જરૂર છે, કે જેમાં સાધ્વીજીઓ યાત્રાળુ-ગૃહસ્થીથી જરા અલગ, અને નિસંકોચ રીતે શાંતિથી રહી શકે. . . . .