________________
[ ૨૯ ]–
- - - - ૨ મહર્તિી ઉપર લખેલી પાંચ બાબતો તરફ વ્યવસ્થાપક કમીટીના મેંબરે તેમજ ઉદાર દિલના સખી ગૃહસ્થો સત્વર ધ્યાન આપશે એવી સંપૂર્ણ આશા રાખવામાં આવે છે. કાર્યવાહકે કાર્યો કરાવી લેવા તૈયાર જ હોય, પણ તેને બધો આધાર ભાગ્યશાળી દાની પુરુષોની ઉદાર સહાયતા ઉપર જ રહે છે. કેમકે પેઢીમાં તે હમેશાં સાધારણ ખાતે ટેટે જ ચાલ્ય આવે છે, એટલે આર્થિક સહાયતા મળ્યા સિવાય પેઢી આ કાર્યો કરાવી ન શકે એ સ્વાભાવિક છે. માટે ઉદાર દિલના સખી ગૃહસ્થોએ ઉપરનાં કાર્યો કરાવવા માટે આર્થિક સહાયતા કરવાની ખાસ જરૂર છે.
ઉપસંહાર
હે સજ્જનો! જે તમે મોક્ષની અભિલાષા રાખતા હે, આત્મિક ઉન્નતિ ઈચ્છતા હૈ, અશુભ કર્મ–પાપના ક્ષયની ભાવના રાખતા છે, અને શરીર તથા અંતઃકરણને પવિત્ર કરવા સાથે અપૂર્વ શાંતિ મેળવવા માંગતા હે તે આ તીર્થની ચાત્રા-સેવા કરવા તત્પર થજે ! તેમજ જે દેવકનાં અને ઉત્તમ મનુષ્યોનાં સુખને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો, વળી આ જન્મમાં જ સુખ, સૌભાગ્ય, નીરોગીપણું, ધન-દોલત, પુત્ર, સ્ત્રી, યશ-કીર્સિ, માન-સન્માન આદિ મેળવવા અને અનેક પ્રકારનાં ભયંકર વિન્નેને પણ દૂર કરવા ચાહતા હે તે પરમ શ્રદ્ધાપૂર્વક અતિ પવિત્ર આ તીર્થમાં જઈને તેની સેવાભક્તિને લાભ લેજે ! ત્યાંથી એ બધી ચીજો પ્રાપ્ત થઈ શકે તેમ છે.