________________
ક.દઃ વહીવટ અને રીવરથા ]
–[ ૩૨] નથી. ધર્મશાળાઓ વિશાળ છે, અહીંનાં હવા-પાણી ઘણાં જ સારાં છે. ગામમાં બજાર હેવાથી જોઈતી ચીજ-વસ્તુઓ મળી શકે છે. તેમજ ભોજનશાળા ચાલુ હાઈ યાત્રાળુઓને રસોઈ કરવાની કડાકૂટ પણ દૂર થઈ છે. ધર્મશાળામાં યાત્રાળુઓ ખુશીમાં આવે તેટલા દિવસો સુધી રહી શકે છે; વધારે દિવસે સુધી રહેનાર પાસેથી ભાડું લેવામાં આવતું નથી. ફુરસદનો વખત જ્ઞાન–ધ્યાનમાં અને પુસ્તકો વાંચવામાં કાઢવા માટે ઉપાશ્રય અને પુસ્તકાલયની સગવડ પણ કારખાના તરફથી કરેલ છે. હમેશાં નિયમિત રીતે ચોઘડિયાં વાગે છે, રાત-દિવસ ઘડિયાળના ડંકા ચેકીદારો વગાડે છે. હમેશાં સાંજે દેરાસરજીમાં દશાંગ અને કીન્નરૂને ધૂપ તથા રેશની થાય છે. રાત્રે ભાવના બેસે છે, તેથી યાત્રાળુઓનાં મન અતિ પ્રફુલ્લિત અને હર્ષ વડે ઉલ્લસિત બને છે. કેઈ પણ જાતનું કામ હોય અથવા અડચણ હાય તે પેઢીમાં જઈને કહેવાથી તેની વ્યવસ્થા તેઓ કરી આપે છે. આ તીર્થમાં બાહ્ય અને આંતરિક શાંતિ સારી સચવાય છે, માટે દરેક ભાવુક શ્રદ્ધાળુ મહાનુભાવે આ તીર્થની યાત્રા અવશ્ય કરવા ભલામણ છે.
સહાયતા મેકલવા માટે, આવવા-જવા માટે અગર હરકોઈ કામને અંગે આ સ્થાનિક પેઢીની સાથે પત્રવ્યવહાર કરવા ઈચ્છનારે નીચેના સરનામાથી પત્રવ્યવહાર કરો:
શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી
(શંખેશ્વરતીર્થ કારખાનું). મુકામ: શંખેશ્વર, પિષ્ટ આદરીઆણા, સ્ટેશન ખારાઘોડા (કાઠી આ વાડ)