________________
[ ૨૨૨ ]
– શ્યર અતિ આવક-ખર્ચ –
આ તીર્થમાં દેરાસર ખાતે અને સાધારણ ખાતે વાર્ષિક આવક તથા ખર્ચ કેટલું થાય છે? તે માટે અમે શ્રી શંખેશ્વરજીની સ્થાનિક પેઢીને પુછાવ્યું હતું, પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવાનું તેમની સત્તાની બહાર હોઈ તેમણે કંઈ પણ ખુલાસો નહીં આપવાથી, મેં અમદાવાદની હેડ એકીસને પત્ર લખીને પુછાવ્યું હતું. પરંતુ સત્તાવાર વિગત પુસ્તકમાં પ્રગટ નહીં કરાવવાની ઈચ્છાથી કે ગમે તે કારણથી તેમણે પણ આ માટે કંઈ પણ ખુલાસે આ નથી. પરંતુ મેં પ્રયાસ કરીને બીજે ઠેકાણેથી તેને ખુલાસે મેળવ્યું છે. જે કે તે સત્તાવાર ખુલાસો નથી, છતાં તે ઉપરથી અનુમાનથી ધોરણ બાંધી શકાય ખરું. તે ખુલાસે આ પ્રમાણે છે:
આ તીર્થમાં દેરાસર, સાધારણ વગેરે દરેક ખાતામાં થઈને એકંદર સરેરાશ વાર્ષિક આવક પચીશ હજાર રૂપિયાની થાય છે. જ્યારે દરેક ખાતાનું મળીને વાર્ષિક સરેરાશ ખર્ચ પંદર હજાર રૂપિયાનું છે, અને નીચે સખાવતમાં બતાવ્યા પ્રમાણે વાર્ષિક દસ હજારની કિંમતનાં આરસનાં પાટિયાં આ તીર્થ તરફથી અન્ય ગામનાં દેરાસરોને અપાય છે. એટલે આવક અને ખર્ચને સરવાળો લગભગ સરખે જ થઈ જાય છે. પરંતુ સાધારણ ખાતે તથા બગીચા ખાતે આવક થેડી અને ખર્ચ વધારે થાય છે. એટલે એ બન્ને ખાતામાં દર વર્ષે ટેટે પડે છે. એ ટેટાની રકમ તે બને ખાતે બાકી. તેણી ખેંચાતી જ આવતી હશે, એમ જણાય છે.