________________
[ ૨૦ ]
-[ એશ્વર મદાતીર્થ કેટલાક સીપાઈઓ કાયમ ખાતે રાખવામાં આવે છે. આમાંથી જેને જેને જે જે કામ કમીટીએ અથવા મુખ્ય મુનીમે સેપ્યું હોય છે, તે તે કામ તેઓ બજાવે છે. તેમાં જરૂર પ્રમાણે અવાર–નવાર ફેરબદલી પણ થયા કરે છે. પેઢીનું નામ:
આ સ્થાનિક પેઢીનું નામ શેઠ જીવણદાસ ગેડીદાસ રાખવામાં આવ્યું છે. આ નામ ક્યારથી ચાલુ થયું છે? તે ચક્કસ જાણવામાં આવ્યું નથી. પરંતુ ઉપરોક્ત સં. ૧૮૬૮ (લેનં. ૧૧) વાળા શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે રાધનપુરના રહેવાસી શાહ જીવણદાસ ગેડીદાસે પિતાની જાતિ દેખરેખથી જયપુરના એક ગૃહસ્થ આપેલ પાંચ હજાર રૂપિયાથી આ નવા દેરાસરને જીર્ણોદ્ધાર-કુટયા તૂટટ્યા કામની મરામત તથા જરૂરી નવું કામ કરાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે ઉક્ત શાહ જીવણદાસ ગેડીદાસ આ તીર્થની સેવા માટે હમેશાં રસ લેતા હશે–જાતિભેગ આપતા હશે, અને કદાચ તેમણે મરતી વખતે પોતાની બધી મિક્ત અથવા તે મિલ્કતને મોટો ભાગ આ તીર્થને અર્પણ કર્યો હશે, તેથી શ્રીસંઘે મળીને સ્થાનિક પેઢી સાથે તેમનું નામ જેડી દીધું હશે. ત્યારથી એ નામ આજસુધી બરાબર ચાલ્યું આવે છે. સગવડ:–
અહીં આવનારા સંઘ, યાત્રાળુઓ તથા સાધુ-સાધ્વીઓને સર્વ પ્રકારની સગવડ છે, કઈ પણ પ્રકારે અગવડ પડે તેમ
૧ આવી રીતે ભાવનગરના શ્રીસંઘની પેઢી, રાધનપુરના વિજયગચ્છ સંધની પેઢી વગેરે ઘણું ગામોના સંધની પેઢી સાથે અમુક અમુક વ્યક્તિનું નામ જોડાયેલ સાંભળ્યું છે.