________________
દીપચંદ સી. આઈ. ઈ, જે. પી. ના સમરણાર્થે તેમની ધર્મપત્ની ડાહીબાઈએ સત્તર હજાર રૂપિયા આપીને કરાવેલ છે. આ ધર્મશાળાને વહીવટ રાધનપુર (હાલ મુંબઈ)વાળા શેઠ મોતીલાલ મૂળજીની પેઢીના હાથમાં છે, પણ તેમણે તે વહીવટ કારખાનાની કમીટીને (શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢીને) સેંપી દેવે વ્યાજબી છે.
ઉપર પ્રમાણે આ તીર્થને અંગે અહીં નાની–મોટી મળીને કુલ છ જૈન ધર્મશાળાઓ હેઈ યાત્રાળુઓ માટે પૂરતી સગવડ છે, પરંતુ યાત્રાળુઓનાં ગાડાંના બળદને છાયામાં બાંધવા માટે કંઈ પણ સગવડ કે સાધન નથી, તેમ પશ્ચિમ તરફના ઝાંપામાં છાયાવાળું ઘટાદાર વૃક્ષ પણ નથી કે જેની છાયામાં બળદો બેસી શકે. મોટર સવસ હોવા છતાં ચૈત્રીના મેળા ઉપર તથા હંમેશા પણ રાધનપુર, હારીજ, પાટણ વગેરે શહેરેથી અને ગામડાઓમાંથી ઘણું યાત્રાળુઓ ગાડાં કરીને પણ આવે જ છે. આ ગાડાંઓના બળદોને વિશાખ-જેઠ માસના સખ્ત તાપમાં પણ, આખો દિવસ ખુલ્લા મેદાનમાં સખ્ત તડકામાં બેસી રહેવું પડે છે. એ ત્રાસ જોયો જાય તેવું નથી. વૈશાખ-જેઠ માસમાં ખરે બર્પોરે જે માણસ આ મેદાનમાં બહાર નીકળે તેને જ એ ત્રાસની ખબર પડે, મકાનમાં બેસી રહેનારાઓને તેની ખબર ન જ પડી શકે. આ ત્રાસને દૂર કરવા માટે કમમાં કમ જૈન યાત્રાળુઓનાં બળદ તેમજ ઊંટ, ઘોડા વગેરેને છાયામાં રાખી શકાય તેવી સગવડ કરવા માટે કારખાનાની કમીટીવાળા અને સખી ગૃહસ્થો સરવર ધ્યાન આપશે,