________________
[ ૨૨૪ ]–
– ૪ મારી (૫) રાધનપુરવાળા શેઠ ઇચ્છાચંદ હેમજીની જેમ ધર્મશાલા બજારમાં રસ્તા ઉપર આવેલી છે. આ ધર્મશાલા શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી(જેન કારખાનાને અર્પણ કરેલી છે. કારખાનાની વ્યવસ્થાપક કમીટીએ આ ધર્મશાલાને કેટલોક ભાગ જૈન ભોજનશાળાની કમીટીને ભોજનશાલા માટે વાપરવા આપેલો છે.
(૬) રાધનપુરવાળા શેઠ મણિલાલ મોતીલાલ મૂળજી મારફત બંધાયેલી આ ધર્મશાળા, શંખેશ્વર ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં શ્રી સંઘની આર્થિક સહાયથી અને શેઠ મોતીલાલ મૂળજીની ખંત-લાગણી અને જાતિ દેખરેખથી બની છે. તેને એક છેડે ગઢવાળી” નવી ધર્મશાળાને લગત છે અને બીજે છેડે છેક ગામની ભાગોળે છે. આ ધર્મશાળા પાકી, મેડીબંધ અને વિશાળ બનેલી છે. યાત્રાળુઓ માટે ઉપરના ભાગમાં મોટા મોટા હોલ અને નીચેના ભાગમાં ઓરડાઓ બનેલા છે. વચ્ચે વિશાળ ચોક છે. આને મુખ્ય દરવાજો ઉત્તર સન્મુખ જાહેર રસ્તા ઉપર છે, પરંતુ ગઢવાળી નવી ધર્મશાળામાંથી પણ આમાં અવાય–જવાય છે. આ ધર્મશાળા વિ. સં. ૧૯૭૩ના ચૈત્ર સુદિ ૧૩ ગુરુવાર તા. ૫-૪–૧૯૧૭ ને દિવસે, રાધનપુરના નામદાર નવાબ શ્રી જલાલુદીન ખાનજી સાહેબના મુબારક હાથે ખુલ્લી મુકાણું છે. આ ધર્મશાળાને ઉત્તર દિશા તરફના જાહેર રસ્તા તરફને આગલા ભાગ (મુખ્ય દરવાજે, દરવાજાની અને તરફની ઓરડીઓની લાઈન અને તેના ઉપરના માળના હાલે) અમદાવાદવાળા સ્વર્ગવાસી શેઠ વીરચંદ