________________
ક. ૨૩ : ધર્મરાઠા મારિ ]
–[૨૩] નગારખાના નીચેની ડેલીની પાસે પડે છે, તેમાંથી નવા દેરાસરના કમ્પાઉન્ડમાં જવાય છે. આ બારણામાંથી અંદર જતાં બારણાની ઉપરની ભીંતમાં વિ. સં. ૧૮૫૪નો લેખ છે (લેખ નં.૬૦). આ બન્ને લેખ પરથી જણાય છે કે–આ ધર્મશાલા સમસ્ત સંઘે રાજ્ય પાસેથી જમીન અઘાટ વેચાણ લઈને રાધનપુરના સંઘની દેખરેખથી કરાવી છે, તેમાં દેખરેખ રાખનારા પાંચ શ્રાવકોનાં તથા મુનીમ, સલાટ વગેરેનાં પણ નામે આપેલાં છે. આ ધર્મશાલામાં લાકડ–ભેકડ, ચૂને-પત્થર વગેરે સામાન પડ્યો રહેતો હોવાથી અવાવર અને ઉજ્જડ થઈ ગઈ છે. તેને સમરાવી–સુધરાવીને ઉપયોગમાં લેવાની જરૂર છે. તેના ચોકમાં કેટલીક જમીન ખાલી પડી છે, ત્યાં અહીંની કમીટી શ્રાવિકા ઉપાશ્રય કરાવવાનો વિચાર કરે છે, પરંતુ આ સ્થાન ઘણું એકાંતમાં પડી જતું હોવાથી શ્રાવિકાએના ઉપાશ્રય માટે લાયક ન ગણાય.
(૪) નવા દેરાસરના મુખ્ય દરવાજાની બરાબર સામેના ભાગમાં એક પાકું દલાણ (ઓસરી) બનેલ છે. તેની અંદર ઓરડાઓ બનેલાં છે. આ મકાન પણ પત્થરનું–પાકું બનેલ છે. આમાંના એક ઓરડાનું એક બારણું જાહેર રસ્તા ઉપર પડે છે. તે ઓરડાની બન્ને તરફનાં બારણાંની બારશાખ અને ઉંબરા જોતાં તેમાં નવું દેરાસર થયા પહેલાં પ્રભુજીને પધરાવ્યા હશે એમ ચોક્કસ જણાય છે. હાલ આ મકાને ધર્મશાલા તરીકે વપરાય છે, તેમાં કારખાનાના સીપાઈઓ અને નોકરે રહે છે, તથા કબૂતર માટેનું અનાજ વગેરે પરચુરણ સામાન રાખવામાં આવે છે.