________________
[ ૨૬]
– ચશ્વર મહાતીર્થ એવી આશા રાખવી અસ્થાને નહીં જ ગણાય. આ કાર્ય માટે ઉપેક્ષા કરવા જેવું નથી. મૂંગા પ્રાણીઓને આશીર્વાદ લેવા જેવું છે. અન્ય મકાને –
“ગઢવાળી” ધર્મશાળાના મુખ્ય દરવાજાથી અંદર પેસતાં જમણે હાથ તરફના ઓરડાઓમાં અને તેની પાસે પીવા માટે ઠારેલ ગરમ પાણી અને ન્હાવા માટે ગરમ-ઠંડા પાણીની સગવડ રાખેલી છે. તેની પછી ખૂણામાં એક નાની પણ જૂની પોસાળ (ષિધશાળા) છે, કે જે શ્રીશંખેશ્વર ગામના શ્રાવકોને ઉપાશ્રય તરીકે, ધર્મકાર્યો કરવા સારુ વાપરવા માટે આપવામાં આવેલ છે. તેની પાસે–આગળના ભાગમાં શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી (શ્રીશંખેશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કાર્યાલય) ની બેઠકનું મકાન હતું અને તેના ઉપર “શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય” હતું. પરંતુ એ મકાન જીર્ણ થઈ ગયેલ હોઈ હાલમાં તેને પાડી નાખ્યું છે. તે ઠેકાણે પેઢી અને પુસ્તકાલય માટે નવું મકાન બાંધવાનું કામ ચાલુ કરવાના છે. જૈન ઉપાશ્રય:
તેની પાસેથી વંડાવાળી નવી ધર્મશાળામાં જતાં જમણ હાથ તરફ શ્રાવકને ધર્મક્રિયાઓ કરવા માટે જેન ઉપાશ્રયનું સુંદર મકાન હાલમાં જ નવું તૈયાર થયું છે, જેથી મુનિરાજોને અલાયદા ઉતરવાની તથા શ્રાવકને ધર્મકિયાઓ કરવાની સગવડ સારી થઈ છે. આવી જ રીતે શ્રાવિકાઓ માટે પણ ખાસ અલાયદે ઉપાશ્રય થવાની ખાસ અગત્ય છે.