________________
૨૦: નાજ
– ૨૨ ] તેમજ ઉપરોક્ત “અંચલગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાન્તર, પૃષ્ઠ રર૭માં લખ્યું છે કે-શ્રીમેરૂતુંગસૂરિજીના ઉપદેશથી વિ. સં. ૧૮૬૮ના કાર્તિક વદિ ૨ સેમવારે, શંખેશ્વરજીમાં કહુઆ નામના શેઠે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે.
આ પ્રમાણે મુખ્ય મુખ્ય ઉદ્ધા સિવાય અહીં બીજા. સૂફમ–નાના નાના ઉદ્ધારે તથા બીજી પ્રતિમાઓનું સ્થાપના વગેરે ઘણી વાર થયું હશે, તેમજ શંખેશ્વર ગામમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના દેરાસર ઉપરાંત બીજાં દેરાસરે પણ કોઈ કઈ કાળમાં અવશ્ય બન્યાં હશે અને તે કેટલાક કાળ વિદ્યમાન રહ્યા હશે. પરંતુ કાળક્રમે અત્યારે છેલ્લા બે-ત્રણ સૈકાથી તે શ્રીશ ખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની. મૂર્તિવાળું વર્તમાન–નવીન આ એક જ દેરાસર વિદ્યમાન છે.