SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અગિયારમું : નવું મ ંદિર ઘણું કરીને વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રીવિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રીવિજયસિંહસૂરિજીના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી શ્રીસંઘે તૈયાર કરાવેલ આ નવીન જિનાલયના મૂળ ગભારા અને ગૂઢમંડપ વગેરે તૈયાર થઇ જતાં શ્રીસંઘે કરેલા મહેાત્સવપૂર્વક મૂલનાયકજી શ્રીશખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્ત્તિને તેમાં બિરાજમાન કરવામાં આવી. તેની પ્રતિષ્ઠા સ. ૧૭૬૦ની આસપાસમાં પ્રાય: ઉપર્યુ ક્ત શ્રીમાન્ વિજયપ્રભસૂરિજી મહારાજના પટ્ટધર શ્રીવિજયરત્નસૂરિજીએ કરી હાય એમ જણાય છે. ત્યારપછી ઘેાડા જ વખતમાં ભમતીની દેરીઓ પણુ ખની હાય એમ લાગે છે. કેમકે ૧ આ નવું દેરાસર કાના ઉપદેશથી કાણે અને કયારે બંધાવ્યું, તેમજ તેની પ્રતિષ્ઠા કાણે અને કયારે કરી? તે સંબંધીને એક પણ લેખ આ દેરાસરમાંથી મળ્યે નથી. તેમ તે સબંધી કેાઈ ગ્રંથસ્તવનાદિમાંથી પણ કશે। ઉલ્લેખ મને મળ્યો નથી. એટલે આ વાત સાવ અંધારામાં જ રહી જવા પામી છે. ગામમાં જૂના મિંદરનું ખડચેર ઊભું છે, તે જિનાલયની પ્રતિષ્ઠા શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજે કરાવેલી અને તેમના જ ઉપદેશથી તે મંદિર ખનેલું. તેમની ત્રીજી પાટે આવેલ શ્રીમાન વિજયપ્રભસૂરિજી મહારાજની વિદ્યમાનતામાં જ ઉકત દેરાસરના નાશ થયેલા એટલે તેમણે જ ઉપદેશદ્વારા આ નવું જિનાલય કરાવરાવ્યું હાય અને પછી મહાત્સવપૂર્વક
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy