________________
[ ૧૦ ]
– રાજેશ્વર મતીર્થ દરવાજાની બહાર, બજારના રસ્તા ઉપર પડે છે, તેમાં પણું– દાખલ સં.૧૭૫૦ની આસપાસમાં પધરાવ્યા હશે. ત્યાં કેટલાક વખત સુધી પૂજાયા બાદ નવું (વર્તમાન) મનહર દેરાસર તૈયાર થતાં તેમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા હશે, જે હજુસુધી ભવ્ય મનુષ્યથી ત્યાં જ પૂજાય છે અને ભક્તોના મનેરને પૂર્ણ કરે છે. આ વર્તમાન–નવું દેરાસર પાંચમા ઉદ્ધાર તરીકેનું સમજવાનું છે.
ઉપર્યુક્ત ચાર જીર્ણોદ્ધાર ઉપરાંત, “અંચલગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાન્તર પૃ. ૮૭માં; સં. ૧૨લ્પમાં થયેલા રીડાના પુત્ર જીવા શાહે શ્રી શખેશ્વરજીના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યાનું અને “ગુજરાતનાં ઐતિહાસિક સાધનો” વિભાગ ૧–રમાં માનાજી ગંધારીચ નામના વાણિયાએ નવ લાખ રૂપિયા ખર્ચીને શ્રીશંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યાનું લખ્યું છે, પરંતુ આને માટે બીજા કોઈ ગ્રંથ કે શિલાલેખોનું પ્રમાણ મળેલું નહીં હોવાથી તેમ જ સંવત માટે પાકી ખાત્રી નહીં મળવાથી તેને જીર્ણોદ્ધારના અનુક્રમ નબરમાં ઉલ્લેખ કર્યો નથી.
તે સિવાય, તેત્રાંક ૪ (“ધનદપ્રબંધ)માં, શંખપુરમાં શખરાજાના સમયમાં, ત્યાંના જ વતની ધનદ નામના શેઠે મને હર જિનાલય કરાવી નવીન જિનબિંબની સ્થાપના કરીને એક સુંદર બગીચો કરાવ્યાનું લખ્યું છે. પણ આ વાત કદાચ બીજા કેઈ શંખપુરનગર માટે હોય અથવા તે શંખરાજાના સમયની વાત હોવાથી અતિ પ્રાચીન કાળની આ વાત હોય એમ જણાય છે.