________________
1. ૨૦ઃ જીદ્ધા
– ૮૨ ] વ્યવસ્થિત અને સંસ્કૃત ભાષામાં છે. બાકીની દેરીઓના લેખ સાવ ટૂંકા અને લગભગ ચાલુ જેવી ગુજરાતી ભાષાના છે. આ બધા લેખમાં સંવત ઉપરાંત દેરીએ કરાવનાર કે તેમાં મૂર્તિઓ પધરાવનારના કુટુંબના માણસેનાં નામે જ માત્ર આપેલ છે, કઈ કઈમાં તેના ગામનું નામ આપેલ છે. પરંતુ પ્રતિષ્ઠા કરનાર આચાર્ય કે મુનિરાજનું નામ કઈ પણ લેખમાં આપેલું નથી. મૂલ મંદિરના લેખમાં આપેલું હશે તેથી આ લેખમાં નહીં આપ્યું હોય તેમ જણાય છે.
ઉપરોક્ત દેરાસર તૂટ્યા પછી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ કેટલાક સમય સુધી યરામાં રાખવામાં આવી હતી. મુસલમાની જેને ભય દૂર થયા પછી જોયરામાંથી બહાર લાવીને મુંજપુર કે શંખેશ્વરના ઠાકરેએ કેટલાક વખત સુધી પિતાના કબજામાં રાખી હશે અને તેઓ અમુક રકમ લીધા પછી જ યાત્રાળુઓને દર્શન કરાવતા હશે. ત્યારપછી શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રીવિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રીવજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય) શ્રીવિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી, શ્રીસંઘના આગેવાનોના પ્રયાસથી યાત કવિવર ઉપાધ્યાય શ્રીઉદયરત્નજીએ કરેલી સ્તુતિથી થયેલા ચમત્કાર પછી તેમના ઉપદેશથી, શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ શ્રીસંઘને સંપાણી હોય તેમ જણાય છે. તે વખતે મૂળનાયકજીની આ મૂર્તિને શ્રીસંઘ, નવા દેરાસરની સામેની લાઈનમાં સીપાઈઓને રહેવાનાં મકાને છે, તેમાંના મુખ્ય ઓરડાનું બારણું નવા દેરાસરના કંપાઉંડના મુખ્ય