________________
[ ૮૯ ]–
- શશ્વર મતીર્થ ત્યાંના સંઘે અગમચેતી વાપરીને મૂલનાયક શ્રીશંખેશ્વરજીની મૂર્તિને ભેંયરામાં સંતાડી દીધેલી તેથી તે બચી ગઈ. આ કીસ્સે લગભગ વિ. સં. ૧૭૨૦ થી ૧૭૪૦ સુધીમાં બન્યો
કેઈને કરાવેલી નેંધને આધારે લખેલી છે. એટલે આમાં કદાચ સંવતમાં થોડા-ઘણે ફેરફાર હશે, પરંતુ આમાં આપેલી હકીકત જાતિ અનુભવની હોવાથી વિશેષ સત્યાંશવાળી હોય એમ લાગે છે. આમાંથી કંઈક નવું જાણવાનું પણ તારવી શકાય તેમ છે.
ઉપરક્ત પુસ્તકમાં ગંધારનિવાસી માનાજી નામના શ્રાવકે શ્રીશંખેશ્વરજીનું મંદિર બંધાવ્યાનું લખ્યું છે, અને તે હકીકત શંખેશ્વરના બારોટ ફતેહસિંહ પાસેથી મળેલી તેથી સાચી હેવાની સંભાવના થઈ શકે છે. એટલે શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલું આ દેવાલય તપાગચ્છદાદા શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી કદાચ ઉક્ત ગધારનિવાસી, માનાજી શ્રાવકે જ બંધાવ્યું હેય. ગધારના શ્રાવકે સુખી, ધનાઢય અને ઉક્ત બન્ને આચાર્યવરે પર પરમભક્તિ ધરાવનારા હતા. - ઉપરોકત પુસ્તકમાં બાદશાહની ફેજ આવ્યાને (એટલે આ મંદિરને ભંગ થયાને) સંવત આશરે ૧૭૦૦ લખેલ છે, તેને બદલે વિ. સં. ૧૭૨થી ૧૭૪૦ની આસપાસની કઈ સાલ હેવી જોઈએ. કેમકે આગમગચ્છીય મહિમાસૂરિજીએ વિ. સં. ૧૭૨૨માં રચીને પૂર્ણ કરેલી “ચૈત્યપરિપાટી” ઢાળ પહેલી, કડી પ-૬ (સ્તો. ૧૪૦)માં તે વખતે શંખેશ્વર ગામમાં પૂરવના દેરાસરમાં ૧૪૨ જિનબિંબે હેવાનું લખ્યું છે. કવિએ શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા સં. ૧૭૨૦ની આસપાસમાં કરી હોવી જોઈએ. એટલે ત્યાં સુધી તે આ દેરાસર વિદ્યમાન હોવું જ જોઈએ. ત્યારપછી એટલે સંવત