________________
. ૨૦ : શીદાર ]
-[ ] મુંજપુર કઆના ઠાકોર સરદાર હમીરસિંહને તાબે કરવા માટે મુંજપુર ઉપર ફેજ મેકલી હતી. તે ફેજે સરદાર હમીરસિહ ઉપર વિજય મેળવીને ત્યાંથી પાછા ફરતાં તેણે શંખેશ્વરજીનું આ મનહર મંદિર તોડી નાંખ્યું, કેટલીક મૂર્તિઓ હાથમાં આવી તેને ખંડિત કરી નાંખી, પરંતુ
૧ “ગુજરાતનાં ઐતિહાસિક સાધને” ભાગ ૧-રમાં લખ્યું છે કે
માનાજી ગાંધારીએ નામના વાણિયાએ નવ લાખ રૂપિયા ખરચીને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનું દેવાલય બંધાવ્યું હતું. આ દેવાલયનાં શિખર ૩ તથા ઘુમ્મટ પત્થરનાં અને આથમણે મોઢે હતાં. તેને ફરતી પ્રદક્ષિણાની શિખરબંધી દેરીઓ જુદા જુદા ધણીએ કરાવી હોય એમ જણાય છે. કારણ કે તેની બારશાખા ઉપર કઈમાં સં. ૧૬૬૮ તથા કઈમાં સં. ૧૬૭૨ એ રીતે લખેલું છે.
પછી આશરે સં. ૧૭૦૦ની સાલમાં અમદાવાદના પાતશાહની ફેજ અહીં આવી હતી. તેને કારભારી વહોર હતો. તે હિંદુઓનાં દેવસ્થાનનું અપમાન કરતો હતો. તેણે એ દેહરામાં ગૌહત્યા કરી, તેથી તે દેહરું ખાલી કરીને શંખેશ્વરજીની મૂર્તિઓ વાણિયાઓએ લઈને યરામાં કેટલાંક વર્ષો સુધી રાખી, પછી એક ઓરડામાં રાખી હતી.
પછી સં. ૧૭૫૧ની સાલમાં; જૈન શ્વેતાંબરી હુંબડ જ્ઞાતિનો એક વાણિયો હતો, તેના બાપ-દાદાનું કરાવેલું એક દેહરું ખાલી હતું, તે સુધરાવીને તેમાં ઉક્ત મૂર્તિ પધરાવી. પછી પાટણના સંઘે તે ઘણું સુધાર્યું, તથા મંડપ, પ્રદક્ષિણું વગેરે રેજ રેજ થતું ગયું.
હાલ શંખેશ્વરની ઉપજ તથા ખર્ચની સંભાળ રાધનપુરના શાહુકાર મશાલીયા રાખે છે. ”
ઉક્ત ગ્રંથના વિદ્વાન લેખકે આ હકીકત, બારેટ ફતેસિંહે