________________
[ ૮૭ ]
– શેશ્વર મળે દેરીઓમાં ઉત્તર તરફ બે, દક્ષિણ તરફ બે અને પૂર્વ તરફની લાઈનમાં વચ્ચે એક, એમ કુલ પાંચ મેટા ગભારા (ભદ્રપ્રાસાદ) તથા ૪૪ દેરીઓ બનેલ હતી. તે દરેક ગભારા અને પ્રત્યેક દેરીઓ ઉપર પણ શિખર બનેલાં હતાં. ભૂલ ત્રણે ગભારા, ત્રણે શિખરે, બને મંડપ, તેના ઉપરના ગુમ્મ અને ભમતીની દેરીઓ છત સુધી ખારા પથ્થરથી તથા દેરીઓનાં બધાં શિખરે, દીવાલે, દેરીઓના ગુમ્મા વગેરે છેટેથી બનેલાં હશે એમ જણાય છે. ઈટાના કામ ઉપર ચૂનાનું પલાસ્તર કરેલું હતું. પલાસ્તરમાં કઈ કઈ ઠેકાણે સુંદર નકશી કરેલી હતી. આવું સુંદર મંદિર બનેલું હોવા છતાં કાળની વિચિત્ર ઘટનાથી કહો કે મુસલમાન બાદશાહના પ્રકોપથી કહે, આ મંદિર પૂરાં એંસી વર્ષ પણ વિદ્યમાન રહી શકયું નહીં. લંગ| મોગલ બાદશાહ ઔરંગઝેબ દિલીની ગાદીએ બેઠા પછી તેના રાજ્યકાળ લગભગ વિ. સં. ૧૭૧૫ થી ૧૭૬૪ વચ્ચેના કેઈ વર્ષમાં તેની આજ્ઞાથી તે વખતના અમદાવાદના સૂબાએ શંખેશ્વરજીની નજીકમાં આવેલ
૧ મેગલ પાતશાહ ઔરંગઝેબના વખતમાં તેને ગુજરાત (અમદાવાદ)ના સૂબાના હાથ નીચે રાધનપુરમાં મુસલમાન હાકેમ રહેતું હતું. તેના તાબાનું (હાલમાં રાધનપુર સ્ટેટનું) મુંજપુર ગામ તે વખતે શહેર ગણાતું હતું. તેને ફરતો કેટ હતું. તે વખતને તેને ઠાકોર સરદાર હમીરસિંહ તે સમયમાં શરીર ગણાતો હતે. તેણે અમદાવાદના સૂબાની ફોજ સાથે યુદ્ધ કર્યું હતું. તેણે ઘણું ટક્કર ઝીલી પણ અંતે તેમાં તેને પરાજય થયો હતો.