________________
૪. ૨૦ : બળદ્વાર ]
– ૮૩ ] મહત્સવપૂર્વક શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી." (તે. ૨૫, ૩૬) આ મંદિરની રચના.
આ (જૂનું) મંદિર, પશ્ચિમ સન્મુખનું અર્થાત્ તેમાં બિરાજમાન મૂળ નાયકજીનું મુખ પશ્ચિમ દિશા સામે હતું. આ મંદિર, શિખરબંધી મૂલ ત્રણ ગભારા, ગૂઢમંડપ, સભામંડપ અને બાવન જિનાલય યુક્ત બનેલું હતું. ભમતીની મળી આવેલા ઉલ્લેખોથી સ્પષ્ટ રીતે જાણી શકાયું છે કે-આ મંદિર શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી બંધાયું હતું અને તેની પ્રતિષ્ઠા તેઓશ્રીએ જ કરી હતી. જે ઉપર્યુક્ત ગ્રંથમાંથી માત્ર આટલા ઉલ્લેખ પણ ન મળ્યા હોત તો આ વાત પણ અંધારામાં રહી જાત-જાણી ન શકાત. એટલે જૂનાં મંદિરને સાવ વિસર્જન કરતી વખતે તેમાંના શિલાલેખેના પથ્થરે કાળજીપૂર્વક કઢાવી લઈને તેને અમૂલ્ય ઝવેરાતની માફક સાચવી રાખવા જોઈએ. ( ૧ શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજે આ મંદિરની પ્રતિષ્ઠા કયા સંવતમાં કરી તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી. પરંતુ તેઓશ્રી આચાર્યપદ પર પ્રતિષ્ઠિત હતા તે અરસામાં એટલે કે વિ. સં. ૧૬૨૮ થી સં. ૧૬૭૨ ની વચ્ચેની કોઈ પણ સાલમાં પ્રતિષ્ઠા કરી હોવી જોઈએ. તેમાંય વળી આ દેરાસરની ભમતીની દેરીઓની બારશાખ પર દેરીઓ કરાવનારાઓના વિ. સં. ૧૬૫ર અને ત્યાર પછીની સાલના લેખો ખોદેલા મેજૂદ છે (જુઓ પરિશિષ્ટ ૧.) તે ઉપરથી આ મંદિરની શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજે વિ. સં. ૧૬પર માં જ અથવા તે તે પહેલાં નજીકના સમયમાં જ પ્રતિષ્ઠા કરી હોય એવા નિર્ણય ઉપર આવી શકાય છે.