________________
[ ૮૦ ]
– કેશ્વર મતીર્થ ઉપરોક્ત જગડૂચરિત'માં આપેલા સંવત અનુસાર મહામાત્ય વસ્તુપાળ-તેજપાળના જીર્ણોદ્ધાર પછી ડાં જ ૧૫-૨૦ વર્ષોમાં જ આ જીર્ણોદ્ધાર થયે ગણાય. તે વખતે મંત્રી તેજપાળ વિદ્યમાન હતા. તેમની વિદ્યમાનતામાં દુશ્મન રાજાઓનાં આક્રમણથી આ તીર્થને નુકશાન થવાની સંભાવના થતી નથી. કદાચ કુદરતને લઈને કંઈ નુકશાન થયું હોય, તેને સુધરાવ્યું હોય અથવા આ તીર્થમાં તેમણે કંઈ નવું કામ કરાવ્યું હોય, અથવા તો પલાસ્તર–રંગ-રોગાનાદિ સામાન્ય જીર્ણોદ્ધાર કરાવ્યા હોય એમ લાગે છે.
મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ અને દુર્જનશલ્યના જીર્ણોદ્ધાર પછી આ જિનાલય થોડાં જ વર્ષો સુધી વિદ્યમાન રહ્યું. ત્યાર પછી કાળક્રમે ચાદમી શતાબ્દિના ઉત્તરાર્ધમાં ગુજરાત, મુસલમાન બાદશાહોના હાથમાં ગયું તે વખતે, અલાઉદ્દીન ખીલજીની અથવા ત્યારપછીના મુસલમાન બાદશાહોની ફજેનાં આક્રમણથી આ મંદિરને નાશ થયે, પરંતુ તે વખતે મૂળ નાયજીકની અસલ મૂર્તિને શ્રીસંઘે ભૂમિમાં ભંડારી દીધી.
પહેલાં ઉપરોક્ત મંદિર ગામની બહાર હશે એમ લાગે છે. હાલ વિદ્યમાન શંખેશ્વર ગામની બહાર થોડે છેટે દટાઈ ગયેલા મકાન જે જાતે માટીને મેટો ઢગલે દેખાય છે. એ અસલ મૂળ મંદિર હોવાનું ગામના કેટલાક લોકે. કહે છે. તે વાત સાચી હોય તેમ લાગે છે. કેમકે ત્યાર
૧ ઈતિહાસતત્ત્વવેત્તા શ્રીજિનવિજ્યજી પણ આ જ પ્રમાણે માને છે. જુઓ “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભાગ બીજ, શંખેશ્વર તીર્થના લેખનું અવલોકન, પૃષ્ઠ ૩૩૫.