________________
. ૨૦ઃ કળા –
–[ ૭૪ ] પ્રમાણે મહામાત્ય વસ્તુપાળ અને તેજપાળની આ તીર્થ ઉપર પૂર્ણ શ્રદ્ધા-ભક્તિ હોવાથી તેઓ વખતેવખત અહીં આવીને પ્રભુભક્તિ કરતા હતા. ૩ રાણુ દુર્જનશલ્યને ઉદ્ધાર
ઝંઝુપુર (ઝીંઝુવાડા-કાઠિયાવાડના રાણું દુર્જનશલ્યને મહાદુષ્ટ કોઢ રોગ થયો હતો. શ્રીશંખેશ્વર પાર્થ નાથ પ્રભુજીની આરાધના કરવાથી તેને કોઢ નષ્ટ થયા, કંચનવણી કાયા થઈ, તેથી પ્રસન્ન થઈને રાણા દુર્જનશલ્ય શ્રીશંખેશ્વરજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને તેને દેવવિમાન જેવું કરાવ્યું."
જગડૂચરિત” મહાકાવ્ય સર્ગ ૬ (સ્તો. ૪૦)માં લખ્યું છે કે “પૂર્ણિમા પક્ષના શ્રીપરમદેવસૂરિજીએ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની આરાધના કરીને વિ. સં. ૧૩૦રની આસપાસમાં મહારાણું દુર્જનશલ્યના કઢ રેગને મટાડ્યો. તેથી ઉક્તસૂરિજીના ઉપદેશથી રાજા દુર્જનશલ્ય શ્રીશંખેશ્વરજીના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. ”
૧. જુઓ: સ્ત, ૩, ૨૪A, ૨૪B, ૪૦, ૪૬, ૫૦. સ્ત ૫૦ ની કડી ૧૭–૧૮ માં લખ્યું છે કે–“વિ. સં. ૧૧૫૫ માં ઝપુરના રાજા દુર્જનશલ્ય અને સૂર્યપુરના સજ્જન શેઠે ભેગા મળીને ઘણી લક્ષ્મી ખર્ચાને આ મંદિરને દેવવિમાન જેવું બનાવ્યું.” પરંતુ આ વાત સંગત (ઠીક) જણાતી નથી. કેમકે ઉપરોક્ત બીજા પ્રાચીન ગ્રંથે અને સ્તોત્રોમાં પહેલાં મંત્રી સજનશેઠે અને ત્યાર પછી મહારાણા દુર્જનશલ્ય અનુક્રમે જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ છે. વળી તે બન્નેને સમયમાં લગભગ દોઢ વર્ષનું અંતર છે.