________________
[ ૭૪ ] –
– ચશ્વર મઘાતીર્થ ૨ મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને ઉદ્ધાર.
ગુજરાતના મહારાજાધિરાજ ભીમદેવ બીજાના મહામાત્ય, પાટણનિવાસી, પરવાડજ્ઞાતીય, શૂરવીર, દાનવીર, ધર્મવીર વસ્તુપાળ-તેજપાળે વૃદ્ધ(વડ)ગચ્છાધિપતિ વિજ્ઞપાક્ષિક (સંવેગી) શ્રીમાન વર્ધમાનસૂરિજીના મુખથી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થને અભુત મહિમા સાંભળીને મેટા ઠાઠમાઠથી સંઘ કાઢીને તે સૂરિજીની સાથે શ્રીશંખેશ્વરજીની યાત્રા કરી હતી. ત્યાં તેમણે મહોત્સવપૂર્વક દર્શન– પૂજન વગેરે કરીને સંઘપતિનાં દરેક કાર્યો કર્યા હતાં. ત્યાર પછી તે મંદિરને ઘણું જીણું થઈ ગયેલું જોઈને તે મંદિરને તેમણે જીર્ણોદ્ધાર કરાવીને સાવ નવા મંદિર જેવું કરાવ્યું, તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ ઉપર સેનાના કળશે ચડાવ્યા, અને તેમણે વિ. સં. ૧૨૮૬ પછીના નજીકના સમયમાં તે જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા શ્રીમાન વર્ધમાનસૂરીશ્વરજી મહારાજ વગેરે સુવિહિત આચાર્યો પાસે કરાવી.
આ જીર્ણોદ્ધાર અને તેની પ્રતિષ્ઠામાં મહામાત્ય વસ્તુ પાળ-તેજપાળે બે લાખ રૂપિયા ખર્ચા હતા. આ
૧. જુઓ: શ્રીજિનહુષગણુવિરચિત “શ્રીવાસ્તુપાલચરિત્ર', પ્રસ્તાવ ૭, શ્લોક ૨૮૪ થી ૨૯૭ (સ્તો. ૧૮) અને “જેના . . હેરલ્ડ” ( જુલાઈ—કટોબર ૧૯૧૫) પૃ. ૩૭૨માં તથા જૈન સાહિત્ય સંશોધક” ભા. ૧ અંક ૧-૪ માં છપાયેલ જૂની પટ્ટાવાળી (વીરવંશાવળી).
૨ શ્રીજિનવિજયજીસંપાદિત “પ્રબંધકેશ” પરિ. ૧, મંત્રી વસ્તુપાળકૃત સુકૃતસૂચિ જુઓ.