________________
ક. ૨૦ : જીર્ણોદ્ધાર ]
– ૮૨] પછી શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સાવ નવેસરથી ગામમાં મંદિર બન્યું છે, જેની હકીકત નીચે આપવામાં આવે છે. ઝંડ
ગામના ઉત્તર દિશા તરફના ઝાંપાની બહાર આવેલ ખારસેલ તળાવના પશ્ચિમ દિશા તરફના કિનારા ઉપરના મેદાનમાં એક ઠેકાણે શેષશાયી શ્રીકૃષ્ણની ખાસ પથ્થરમાં બનેલી પ્રાચીન લાંબી સૂતેલી મૂર્તિ છે, ઘણું જીર્ણ થઈ ગયેલ છે, શેષનાગની ફણા ઉપર શ્રીકૃષ્ણ સૂતેલ છે, તેમના પગ પાસે લક્ષ્મીદેવી બેઠેલ છે, તેની પાસે દાસીઓની મૂર્તિઓ કરેલ છે. તેની પાસેની એક ગોળ પત્થરવાળી મૂર્તિમાં વચ્ચે એક દેવ અને તેની બન્ને બાજુએ એક એક દેવીની મૂર્તિઓ કતરેલી છે. તેની પાસે એક ખારા પથ્થરની અને એક આરસની પાદુકા–જેડી છે. કયાંથી મળી આવેલ હશે, ત્યાંથી લાવીને અહીં મૂકેલ હશે એમ જણાય છે. તેની આજુબાજુમાં પુરુષોના તથા સતીઓના પાળિયા વગેરે છે. તેની નજીકમાં એક દટાઈ ગયેલી વાવ હોવાનું લોકો કહે છે. આ મેદાનમાં જૂનાં મકાનના પાયા વગેરેની નિશાનીઓ દેખાય છે.
ત્યાંથી થોડું આગળ જતાં જેમાંથી શ્રીશંખેશ્વર પાર્થ પ્રભુની મૂર્તિ ની કન્યાનું કહેવાય છે, તે ખાડો આવે છે. આ ખાડે જૂનો હેય એમ જણાય છે. તે ખાડાને અહીંના લેકે ઝંડ એ નામથી ઓળખે છે.
એવી દંતકથા છે કે “અહીંના રહીશ એક જણની એક